Ahmedabad

મફત અનાજ આપવાના નામે ગરીબો સાથે મજાક : સડેલું અને ઓછું અપાતી હોવાની બૂમ

અમદાવાદ, તા.૪
રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત શ્રમિકો અને ગરીબ વર્ગના વિનામૂલ્યે અનાજ-તેલનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાત કર્યા મુજબ ઘઉં, ચોખા, દાળ, તેલ અને મીઠું આપવાને બદલે બે કે ત્રણ વસ્તુ જ આપવામાં આવતી હોવાની તો ક્યાંક ઓછી ગુણવત્તાવાળું સડેલું અનાજ અપાતી હોવાની બૂમ ઊઠી છે તો હજારો પરિવારો એવા છે જેમાના નામ જ રેશનકાર્ડમાંથી બાકાત થઈ ગયા છે.
અનાજ વિતરણમાં ઘોર બેદરકારી અને જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટાપાયે ગરબડી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જાહેર વિતરણ (પીડીએસ) વ્યવસ્થામાં ઠેર-ઠેર ગરીબ-સામન્ય લાખો પરિવારો હેરાન થઇ રહ્યા છે. રાજ્યના ૬૦ લાખ પરિવારોને એટલે કે સાડા ત્રણ કરોડ નાગરિકોને આ જાહેરાતથી લાભ થશે, લાભાન્વિત થશેની ગુલબાંગો પોકારતા મુખ્યમંત્રીને પુરવઠા મંત્રીએ સાચો આંકડો આપ્યો જ નથી. સરકાર ફકત ઓનલાઈન યાદીમાં સમાવેશ રેશનકાર્ડ ધારકોને જ વિનામૂલ્યે અનાજ આપવાની છે. સમગ્ર ભારત દેશમાં રેશનકાર્ડ ધારકોને એનએફએસએમાં સમાવવા ફોર્મ ભરવામાં આવેલા હતા. ગુજરાતમાં પણ એનએફએસએના ફોર્મ રેશનકાર્ડ ધારકોએ ભરેલા પરતું વર્ષ ૨૦૧૪માં મોદી સરકારનાં સત્તામાં આવ્યા પછી ગુજરાતના લાખો રેશનકાર્ડ ધારકોને આ એનએફએસએમાંથી બાકાત કરવામાં આવ્યા હતા. આજે પણ લાલદરવાજા અને ગાંધીનગરની પુરવઠા કચેરીમાં લાખો ફોર્મ છેલ્લા ત્રણ ચાર વર્ષથી પડી રહ્યા છે. ખરેખર જરૂરિયાતમંદ લોકોને સરકાર એનએફએસએમાં સમાવતી જ નથી. વૈશ્વિક મહામારી કોરોનામાં પણ ભાજપ સરકાર આજ પ્રમાણેનો ભેદભાવ કરવાનું નક્કી કરી જ લીધું તેમ લાગી રહ્યું છે.
ભાજપ સરકારનાં આ પગલાને કારણે જે લોકો વર્ષોથી બે રૂપિયે કિલો ઘઉં ખાતા હતા એવા શ્રમિકો-ગરીબોમાંથી ૫,૬૨,૬૫૦ લોકોને આ વૈશ્વિક મહામારીમાં અનાજ વગર રહેવાનો સમય આવ્યો છે. ૩,૪૦,૯૧૧ બીપીએલ કાર્ડધારકો પરિવારો જેની જનસંખ્યા પ્રમાણે ૧૫,૦૯,૩૦૬ ગરીબ નાગરિકોને ભાજપ સરકારનાં અણઘડ વહીવટને પગલે એનએફએસએમાં સમાવેશ થયો નથી એજ પ્રમાણે લાખો એપીએલ-૧ જે ગરીબી રેખા હેઠળ જ આવે એવા રેશનકાર્ડ ધારકોને બાકાત રાખવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભાજપ સરકારની પોલ ન ખૂલે તે માટે અને ગુજરાતમાં ગરીબોની સાચી સંખ્યા બહાર ન આવે તે માટે સુપ્રીમ કોર્ટનાં આદેશ છતાં વર્ષ ૨૦૧૨થી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોનું સર્વે કર્યો નથી. તેના કારણે લાખો સાચા ગરીબ પરિવારોને તેમના મળવા પાત્ર લાભોથી વંચિત રહે છે. ભાજપ સરકાર એનએફએસએમાં ન સમાવી પોતાનું ગરીબો પ્રત્યેનું અસંવેદનશીલ વલણ છતું કર્યું છે ત્યારે ભાજપ સરકાર ગરીબો-સામાન્ય પરિવાર પ્રત્યે કપરા સમયમાં ભેદભાવ રાખ્યા વગર “અન્ન એ સૌનો અધિકાર”ને અમલમાં મૂકે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  1 Comment

  Comments are closed.