National

મમતાની લાગણીઓનું સન્માન કરીએ છીએ, ચાલો ખભેથી ખભા મિલાવી ચાલીએ : કોંગ્રેસનું પક્ષોને આહ્‌વાન

(એજન્સી) તા. ૩૦
કોંગ્રેસે ગુરૂવારે જણાવ્યું હતું કે, ૨૦૧૯માં એનડીએ વિરૂદ્ધ સામ સામે લડવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની લાગણીઓનું સન્માન કરીએ છીએ ભાજપને હરાવવા માટે રાજકીય પક્ષોએ ખભેથી ખભા મિલાવી ચાલવું જોઇએ. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ભાજપની આગેવાનીવાળા એનડીએને પડકાર આપવા માટે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી ત્રીજો મોરચો રચવા માટે પ્રયત્નશીલ બન્યા છે. આ અંગે તેઓ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા અને વિપક્ષની એકતાની વાત કરી હતી. ગુરૂવારે કોંગ્રેસે આ અંગે કહ્યું હતું કે, ભાજપ સામે લડવા એક થઇને પોતાના વૈચારિક મતભેદો બાજુમાં મુકવા માગતા બધા પક્ષોનું સ્વાગત કરે છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સૌથી મોટો વિપક્ષ છે અને તેની સાથે આવવા માગતા તમામ પક્ષોનું સ્વાગત કરે છે. તેમની ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપને હરાવવા માટે સંયુક્ત વિપક્ષ રચવાની દિશામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને મળ્યા હતા.
સૂરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ અનુસાર આજની લડાઇ ભારતીય સંસ્થાઓ, તેની લોકતંત્ર, દેશનું અર્થતંત્ર અને સામાજિક સૌહાર્દ બચાવવાની છે. આજની લડાઇ પાર્ટીઓ વચ્ચેની નથી અને આ એ તમામને લાગુ પડે છે તેઓ દેશની પાયાની લાગણીઓને ધ્યાનમાં રાખે છે તેઓ બધા એકજૂથ થવા જોઇએ. સૌથી મોટા વિપક્ષી પક્ષ તરીકે અમે એવા તમામ પક્ષોનું સ્વાગત કરીએ છીએ જેઓ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા માગે છે અને રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધીનું નેતૃત્વ સ્વીકારે છે. અમે વૈચારિક મતભેદો હોવા છતાં સાથે મળીને આ લડાઇ લડીશું જ્યારે દેશ પાર્ટી કરતાં મોટો છે, તેમણે કહ્યું હતું કે આ રાહુલ ગાંધીની વિચારધારા છે. સૂરજેવાલાએ કહ્યું કે, મમતા બેનરજીની વિચારધારા કોંગ્રેસ સાથે ત્યારથી જોડાયેલી છે જ્યારે તેઓ યુવા કોંગ્રેસમાં હતાં. અમે મમતા અને અન્ય તમામ વિપક્ષનું સ્વાગત કરીએ છીએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.