National

મહારાષ્ટ્ર સરકારે અનાથ માટે સરકારી નોકરી, શિક્ષણમાં ૧ ટકા અનામતની મંજૂરી આપી

(એજન્સી) મુંબઈ, તા. ૧૮
એક અભુતપૂર્વ પગલું ભરતા મહારાષ્ટ્ર સરકારે અનાથ માટે રાજ્યની સરકારી નોકરી, શિક્ષણમાં ૧ ટકા અનામતની મંજૂરી આપી છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે આને કારણે અનાથને શિક્ષણ અને નોકરી મેળવવામાં પડી રહેલી તકલીફોને હળવી કરવામાં સહાય મળશે. સામાન્ય કેટેગરી હેઠળ તેમને અનામત આપવામાં આવશે. અર્થાત, સરકારે જાતિ આધારિત અનામત ક્વોટામાં વધારો કરવાની જરૂર નથી. સમાતંર અનામત અર્થાત, સામાન્ય કેટેગરી હેઠળ ઉપલબ્ધ કુલ નોકરીઓમાંથી ફક્ત ૧ ટકા અનાથ માટે અનામત રહેશે. બુધવારે રાજ્ય કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારી અધિકારીએ કહ્યું કે સામાન્ય કેટેગરી હેઠળ એક ટકા અનામતની સહાય વડે અનાથો નોકરી અને બીજી સુવિધાઓ મેળવી શકશે. મહારાષ્ટ્રમાં સરકાર સંચાલિત અનાથાશ્રમોમાં ૩૯૦૦ અનાથો વસે છે. આ આંકડો ખાનગી અનાથાલયોમાં રહેતા લોકોથી જુદો છે. આ વિશે વાત કરતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી પંકજા મુડેએ કહ્યું કે અનાથ બાળકોના પુનઃવસનમાં સહાય મળળશે તથા તેમનું ભાવી સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે અનાથલયમાંથી બહાર આવ્યાં બાદ તેમને ખુબ તકલીફો વેઠવી પડતી હોય છે. તેમણે કહ્યું કે અનાથની કોઈ જાતિ ન હોવાને કારણે તેઓ કોઈ જાતિ વિશેષમાં સામેલ થઈ શકતા નથી. જેને કારણે તેઓ શિક્ષણ, આર્થિક અને સામાજિક કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત રહી જતાં હોય છે. આ ઉપરાંત સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કેબિનેટ મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલીસીને પણ મંજૂરી આપી છે જેનો હેતુ રાજ્યમાં ૫,૦૦૦ કરોડનું રોકાણ ખેંચી લાવવાનો છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે આ નીતિ નવતર વિચારો માટે એક આદર્શ મંચ બની રહેશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.