Ahmedabad

મહોત્સવો પાછળ રૂા.૬ર કરોડનો ધુમાડો પણ વિદેશી મહેમાન ફરક્યા જ નહીં

ગાંધીનગર,તા.૧૯
વિકાસનું મોડેલ તરીકે દેશ અને દુનિયામાં ગુજરાતને રજૂ કરતી ગુજરાતની ભાજપ સરકારે મહોત્સવો પાછળ બે વર્ષમાં ૬ર.૦૮ કરોડનો ખર્ચ કર્યો પરંતુ કેટલાક મહોત્સવોમાં વિદેશી મહેમાનો ફરકયા જ નહીં ત્યારે ઉત્સવ પ્રેમી સરકારે ઉત્સવો પાછળ કરોડોનો ધુમાડો કર્યો પણ ૧૦ જેટલા ઉત્સવોમાં તો વિદેશી મહેમાનોની ગેરહાજરી જોવા મળી એટલે ખરેખરમાં ઉત્સવો ઉજવવા પાછળનો સરકારનો હેતુ ચરિતાર્થ થયો કે કેમ ? કે પછી પોતાના માનીતાઓને લાભ અપાવવા માટે જ આ ઉત્સવો ઉજવાય છે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં ડિસેમ્બર ર૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કયાં મહોત્સવો યોજાયા અને તેના પાછળ કેટલો ખર્ચ કરાયો અને કેટલા વિદેશી મહેમાનો આવ્યા ? જેનો પ્રશ્ન પૂછાયો હતો તેના જવાબમાં પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં રાજયના પ્રવાસન વિભાગે ૧૪ મહોત્સવો યોજયા હતા આ મહોત્સવો પાછળ વર્ષ ર૦૧૬માં રૂા.ર૧.૧૪ કરોડ અને વર્ષ ર૦૧૭માં રૂા.૪૦.૯૪ કરોડનો ખર્ચ્‌ કર્યો હતો આમ બે વર્ષમાં ૧૪ મહોત્સવો યોજવા પાછળ સરકારે રૂા.૬ર.૦૮ કરોડનો ખર્ચ કર્યો છે. જો કે પોળો મહોત્સવ, બીચ ફેસ્ટીવલ, ગીર મોન્સુન ફેસ્ટીવલ, કેવડિયા મોન્સુન ફેસ્ટીવલ, સાપુતારા મોન્સુન ફેસ્ટીવલ, સીમા દર્શન, ગીર સમર ફેસ્ટીવલ, ગુરૂ ગોવિંદસિંહ ૩પ૦ પ્રકાશ પર્વ, સાબરમતી શતાબ્દી મહોત્સવ અને ટ્રીપવલ ફેસ્ટીવલ જેટલા ૧૦ ફેસ્ટીવલમાં તો વિદેશી પ્રવાસીઓ આવ્યા જ નહીં એટલે કે ૧૪માંથી ૧૦ મહોત્સવોમાં વિદેશી મહેમાનો ફરકયા નહીં. તદઉપરાંત આ મહોત્સવોની ટીવી સમાચારની જાહેરાત પાછળ રૂા.૩.૯૮ કરોડ, હોટલના ખર્ચ પેટે રૂા.૧.ર૬ કરોડ, વાહન વ્યવહાર ખર્ચ પેટે રૂા.ર.૯૭ કરોડ અને મહોત્સવોના ડેકોરેશન તેમજ અન્ય ખર્ચ પેટે રૂા. પ૪.૦૪ કરોડનો ખર્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્સવ પ્રેમી ભાજપ સરકારને જાણે ઉત્સવો ઉજવવામાં જ રસ છે ત્યારે ૧૪ જેટલા ઉત્સવો પાછળ સરકારે રૂા.૬ર કરોડ જેટલો ખર્ચ કર્યો છે. તે કેટલી હદે યોગ્ય કહેવાય ? એક તરફ રાજયમાં કુપોષિત બાળકોનો આંકડો ઉંચો છે ત્યારે સરકાર ઉત્સવો પાછળ ધુમાડો કરવાને બદલે કુપોષિત બાળકોના સ્વાસ્થ્ય પાછળ વાપરે તો તે ઉત્સવથી ઓછુ નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.