International

માઓવાદી જૂથો દ્વારા નેપાળમાં સલમાનખાનના કાર્યક્રમનો વિરોધ

(એજન્સી) કાઠમંડુ, તા.ર૮
કાઠમંડુમાં ૧૦મી માર્ચના રોજ આયોજિત બોલિવૂડ કલાકાર સલમાન ખાનના મ્યુઝિકલ શોને રદ કરવાની નેપાળના માઓવાદી પક્ષે માંગ કરી છે. સીપીએન-માઓવાદી પક્ષની સાંસ્કૃતિક પાંખે તમામ રાષ્ટ્રવાદી દળોને આ કાર્યક્રમનો વિરોધ કરવા આહ્‌વાન કર્યું છે જેમાં સોનાક્ષીસિંહા અને પ્રભુદેવા જેવા અન્ય બોલિવૂડ કલાકારો પણ જોડાવવાના છે.
પોતાના નિવેદનમાં પક્ષએ ‘દબંગ ધ ટુર’ને નેપાળની ભૂમિ પર ભારતની સાંસ્કૃતિક દખલગીરીની વૃદ્ધિ સમાન ગણાવ્યું હતું. તેમણે તમામ રાષ્ટ્રવાદી દેશભક્ત દળોને પશ્ચિમી અને ભારતીય દખલગીરી અટકાવવા માટે આહ્‌વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે સલમાન ખાન લોકપ્રિય છે પરંતુ કોઈપણ પ્રકારનો સાંસ્કૃતિક હુમલો અસ્વીકાર્ય છે. માઓવાદી પક્ષે કાર્યક્રમના પ્રાયોજકો અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. સાથે કાર્યક્રમ આર્મી પેવેલિયનમાં યોજાનારો હોવાથી આ વિવાદમાં ઘી રેડાયું છે. પક્ષે નેપાળ આર્મી પાસે વિદેશી કલાકારોને પરવાનગી આપવા અંગે જવાબ માંગ્યો હતો. કારણ કે આ પેવેલિયનમાં નેપાળી રાજનૈતિક પક્ષોને જાહેરસભા યોજવાની પરવાનગી ક્યારેય અપાતી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સઉદી અરેબિયાએ ભાવિ રણ શહેર નેઓમયોજનાઓ, વિઝન ૨૦૩૦ને પાછી ખેંચી

    (એજન્સી) રિયાધ, તા.૧૨સઉદી અરેબિયાએ…
    Read more
    International

    ઇજિપ્ત, જોર્ડન, ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરી

    (એજન્સી) અમ્માન, તા.૧૨જોર્ડન, ઇજિપ્ત…
    Read more
    International

    ઈદની રજાના બીજા દિવસે ગાઝામાં તાજાઈઝરાયેલ હુમલામાં ૧૦ લોકોનાં મોત

    (એજન્સી) તા.૧રસ્થાનિક તબીબી સૂત્રોના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.