Ahmedabad

માથે ‘મેલું ઉપાડવા’નું ક્યારે બંધ થશે ? ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૦
આજે ફરીથી હાઈકોર્ટે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો. તંત્રને ઘચકાવતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, જે અધિકારીઓ આદેશ નથી સાંભળતા તેમની સામે પગલા લો. સ્વચ્છ ભારત મિશનની વાતો થઈ રહી છે ત્યારે ગુજરાતમાં માણસો દ્વારા ગટર સાફ કરાવવાની ઘટનાઓને કોર્ટે અમાનવીય ગણાવી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારના રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નારાજગીની પોતાના હુકમમાં પણ નોંધ કરી હતી. કોર્ટ આવતીકાલે આપી શકે છે નિર્દેશ હાઈકોર્ટે આપ્યા છે આદેશ. ગુજરાત હાઈકોર્ટે સુએજમાં ઉતરી કામ કરવા પર પ્રતિબંધ હોવાની વાત જણાવી હતી તેમ છતાં કેમ લોકો ગટરમાં ઉતરીને કામ કરે છે. મેન્યુઅલ સુએજ પ્રતિબંધિત છે. ગુજરાત ગટર સાફ કરવાથી થતા મોતમાં હાઈએસ્ટ છે ૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ બે જણાના ગટરમાં સાફ કરવા ઉતરેલા મજૂરોના ગૂંગળામણ થવાથી મોત થયા હતા. ગટરમાં માણસોને ઉતારીને સાફ-સફાઈ કરાવવા ઉપર પ્રતિબંધ છે. પ્રતિબંધ છતા લોકો કેમ કામ કરે છે ? તંત્ર દ્વારા કેમ કોઈ પગલા નથી લેવાતા ? માણસોને ગટરમાં કેમ ઉતારવામાં આવે છે. જે અધિકારીઓ હાઈકોર્ટના આદેશને પણ ગણકારતા નથી. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે, મેન્યુઅલ ગટર સાફ કરવાની પ્રવૃત્તિના કારણે મોત થયાનું નોંધ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી છે. આ નારજગીની નોંધ કોર્ટે પોતાના હુકમમાં પણ કરી છે. આ કેસની સુનાવણી હજી આવતી કાલે છે ત્યારે હાઈકોર્ટ આ મામલે ગુજરાત સરકાર સામે સ્ટ્રીક્ટ વલણ દાખવીને નવા કડક આદેશ જાહેર કરી શકે છે. ૩જી ડિસેમ્બરે સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા મજૂરોના મોત થયા છે. નાની વેડ ગામમાં ગટર સાફ કરનારા મજૂરોનાં મોત થયા છે. જેમાં બે મજૂરના ગેસ ગૂંગળામણથી મોત થયા છે. બંને ફાયર વિભાગ દ્ધારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. સેફ્ટીના સાધનો કે, વ્યવસ્થા વગર ઉતરેલા યુવકના મોત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે. કિશોર મોતી સુરખા અને વિજયભાઇ ભૈયા નામના બે મજૂરોનાં મોત થયા હતા. માનવ ગરિમા ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં રજૂઆત કરાઇ છે કે, હાઇકોર્ટમાં થોડા વર્ષો પહેલાં માથે ‘મેલું ઉપાડવા’ મામલે થયેલી જાહેરહિતની અરજી બાદ સરકારને કોર્ટે કેટલાક નિર્દેશો આપ્યા હતા, જેમાં ગટરમાં સફાઈ કામદારને ઉતારવા નહીં પરંતુ ટેક્નોલોજીની મદદથી સફાઇ કરવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ ગટરમાં માણસ દ્વારા કરાતી સફાઇ સામે કેટલીક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ કર્યો છે. અરજીમાં એવી પણ રજૂઆત કરાઇ છે કે, સરકાર સફાઇ કામદારોને પૂરતા સાધનો આપતી ન હોવાથી ડભોઇમાં જૂન ૨૦૧૯માં ૭ સફાઇ કામદારોના ગૂંગળાઇને જતાં મોત નિપજ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.