Gujarat

મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ કોડીનાર સુગર ફેક્ટરી શરૂ કરવા માગણી શેરડીના સાંઠા સાથે વિશાળ રેલી યોજાઈ

(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.ર૪
કોડીનાર તાલુકાના ખેડૂતો અને આમ જનતાની જીવાદોરી સમાન છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરીથી ધમધમતો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની માગણી સાથે કોડીનાર તાલુકાભરના ખેડૂતો ખેત ઉત્પન એવા શેરડીના સાંઠા સાથે આ વિશાળ રેલી યોજી કોડીનાર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોડીનારમાં સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગમાં ૭૦૦ જેટલા કાયમી કર્મચારી, પ૦૦ જેટલા સિઝનલ કર્મચારી તેમજ શેરડી કપાઈ માટે આશરે પ૦૦૦ મજૂરો રોજગારી મેળવતા હતા. અને તાલુકાના લોકોની જીવાદોરી સમાન આ ઉદ્યોગ પાંચ લાખ ટન ઉપરાંત શેરડીનું પીલાણ કરતો હતો. જે આર્થિક કટોકટીના કારણે છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલો છે. વખતો વખતની ચૂંટણીઓ દરમ્યાન આ વિસ્તારના લોકોની માગણીને ધ્યાને લઈને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન આ ખાંડ ઉદ્યોગ પુનઃચાલુ કરવા રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ આપી પુનઃ ધમધમતો કરવા વચન આપેલ. આ ઉપરાંત ગત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાના પ્રચારમાં આવેલા હાલના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ચૂંટણી સભામાં એક જ મુદ્દાની માગણીને ધ્યાને લઈ ખાંડઉદ્યોગ ચાલુ કરવા વચન આપેલ જે વચનનું કોઈ પાલન નહીં થતા ખેડૂતોમાં હવે રોષ ફેલાયો છે. આ રેલી કોડીનાર તાલુકા ખેડૂત મંડળના પ્રમુખ દીપકભાઈ દુદાભાઈવાળાની આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

    ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
    Read more
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.