Gujarat

મામાનું અકસ્માતમાં જ્યારે ભાણેજની કાર ડીવાઈડર સાથે અથડાતા કરૂણ મોત

(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૧૮
કોડીનારમાં એક જ દિવસે સેવાભાવિ યુવાન તેમજ તેના ભાણેજનું અલગ અલગ માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ નીપજતા ભારે અરેરાટી સાથે શોક પ્રસરી ગયો છે. કોડીનારમાં યુવાન મામા બાઈક અકસ્માતમાં મૃત્યુ પામ્યાની ખબર મળતા જ અંતિમવિધિમાં સામેલ થવા રાજકોટથી પહોંચેલા ભાણેજની કાર ડીવાઈડર સાથે ભટકાતા તેનું પણ કરૂણ મોત થયું હતું.
આ અંગેની વિગત મુજબ કોડીનારના સામાજિક કાર્યકર અને સેવાભાવી હર્ષદભાઈ ભટ્ટની મોટરસાયકલને ગઈકાલે અંબુજા ન્યુનોર્થ કોલોની નજીક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા તેમનું કરૂણ મૃત્યુ નીપજયું હોય હતભાગીની અંતિમવિધિમાં સામેલ થવા હર્ષદભાઈના ભાણેજ અને રાજકોટ રહેતા નિલેશ પ્રવિણભાઈ જોશી (ઉ.વ.૪પ) કાર ચલાવી રાત્રીના ૮ કલાકે કોડીનારના અંબુજા ચોકમાં પહોંચતા ત્યાં ડીવાઈડર સાથે કાર અથડાતા નિલેશભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા થવા સારવાર માટે રાજકોટ ખસેડાતા જયાં તેમનું સારવાર દરમ્યાન વહેલી સવારે કરૂણ મૃત્યુ નીપજયું હતું. બપોરે મામાનું બાઈક અકસ્માતમાં અને રાત્રીના ભાણેજનું કાર અકસ્માતમાં મૃત્યુ થતા બ્રહ્મ પરિવારમાં ભારે આઘાત સાથે શોક છવાયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.