International

માલદીવમાં કટોકટી જાહેર થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિએ ભારતની મદદ માંગી : લશ્કર અને દૂત મોકલવાની અપીલ કરી

(એજન્સી) કોલંબો, તા. ૬
માલદીવમાં કટોકટી જાહેર થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિએ ભારતની મદદ માંગીને લશ્કર અને દૂત મોકલવાની અપીલ કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની કટોકટીની જાહેરાત અને લશ્કર દ્વારા દેશનો ટોચના જજની ધરપકડ બાદ દેશમાં ચાલુ રહેલી રાજકીય કટોકટીનો નિવેડો લાવવા માટે સહાય કરવા માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદે આજે ભારતને ઝડપી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમણે ભારતને દૂત તથા લશ્કર મોકલવાની પણ અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી માલદીવમાં ચાલી રહેલી કટોકટીને પગલે દેશમાં ૧૫ દિવસની ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. માલદીવ સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદની સામેની સુનાવણી કરવાનો ઈન્કાર કર્યાં બાદ દેશની સરકારે એવું જાહેર કર્યું હતું કે સરકાર સુપ્રીમના આદેશનું પાલન નહીં કરે અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની ધરપકડ કરવાનો કે તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ ગેરકાયદેસર ગણાશે. સુપ્રીમ કોર્ટે કેદમાં રહેલા નવ વિપક્ષી નેતાઓને છોડી મૂકવાનો આદેશ જારી કર્યો હતો પરંતુ સરકારે સુપ્રીમ આદેશનું પાલન કરવાનો ઈન્કાર કરતાં રાજકીય કટોકટી વધારે ઘેરી બની છે. અબ્દુલા યામીનની કટોકટીની જાહેરાત બાદ ચીફ જસ્ટિસ અબ્દુલા સૈયદ અને બીજા જજ અલી હામીદની ધરપકડ કરવામાં આવી છે. વિપક્ષી નેતાઓને સાથ આપનાર પૂર્વ રાષ્ટ્રપતિ મોમૂન અબ્દુલની પણ તેમના ઘેર અટકાયત કરવામાં આવી. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદે એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારત સરકાર માલદીવમાં એક દૂત મોકલે તેવી અમે અપીલ કરીએ છીએ જેનું લશ્કરને સમર્થન હોય તથા રાજકીય અટકાયતીઓ સહિત જજોને છોડી મૂકીને તેમને ઘેર પહોંચાડવામાં સહાય કરે. અમે શારીરિક હાજરીનું જણાવી રહ્યાં છે. આપણે તેમને સત્તા પરથી ઉઠાડી મૂકવાના છે. માલદીવના લોકોને ભારત અને અમેરિકી સરકારને અપીલ કરવાનો કાનૂની હક છે. તેમણે અમેરિકાને અપીલ કરી કે તમામ અમેરિકીન નાણાકીય સંગઠનો યામીન સરકારના નેતાઓની લેવડદેવડ બંધ કરે. રાજકીય કેદીઓના તાત્કાલિક છૂટકારાના સુપ્રીમના આદેશનું જાણીજોઈને પાલન ન કરનાર રાષ્ટ્રપતિ યામીનના પ્રયાસો પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.