Gujarat

મુંબઈમાં ફસાયેલ અમરેલી જિલ્લાના ૧૩૦૦ શ્રમિકો ટ્રેન મારફતે વતન પરત ફર્યા

(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.ર૩
ગુજરાતમાંથી વ્યવસાય અર્થે મુંબઈ ગયેલા અમરેલી સહિત નજીકના વિવિધ જિલ્લાના નાગરિકો હાલ કોરોનાની વ્યાપકતાના પગલે વતન તરફ વળી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં પોતાના વતનથી દૂર વસતાં લોકોને તેમના ઘરે પહોંચાડવાની કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે વાત કરતા સાવરકુંડલાના પ્રાંત અધિકારી આર.આર.ગોહિલે જણાવ્યું હતું કે, ધંધા, રોજગાર, વ્યવસાય અર્થે મુંબઈ ગયેલા આશરે ૧૩૦૦થી વધુ અમરેલી સહિતના જૂનાગઢ, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના વતનીઓને પોતાના માદરે વતન પરત પહોંચાડવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અન્વયે મુંબઈથી સાવરકુંડલા સુધી ટ્રેન મારફતે અને ત્યારબાદ બસ દ્વારા તમામ લોકોને તેમના ગામડે પહોંચાડવાનું સરકારી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. સાવરકુંડલાના રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ પોલીસની ટૂકડીઓ ટ્રેનના દરેક દરવાજા પર તૈનાત કરવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવામાં આવ્યા હતા. તમામ મુસાફરોની આરોગ્ય તપાસ કરીને તેમને પોતપોતાના ગામની બસમાં બેસાડવામાં આવ્યા હતા. અન્ય મુસાફરો ટ્રેનમાં જ બેસી પોતાની બસની એનાઉન્સમેન્ટ થવાની રાહ જોવાઈ હતી. આ પ્રકારની વ્યવસ્થાથી રેલવે સ્ટેશન પર લોકોની જરા પણ ભીડ જમા થઈ નથી. આ તમામ કાર્યવાહીમાં વતન પરત ફરેલા લોકોનો સાથ સહકાર મળેલ હતો. તમામ મુસાફરો સાવરકુંડલા પહોંચ્યા બાદ પણ સૌપ્રથમ સામાન સહિત તેમને સેનિટાઈઝ કર્યા બાદ આરોગ્ય તપાસ કરી અને અમને પોતપોતાના ગામ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.