National

મુંબઈમાં યલગાર મોરચો : જો સંભાજી ભીડેની ધરપકડ ન કરી શકતા હોવ તો દેવેન્દ્ર ફડનવીશની ધરપકડ કરો

(એજન્સી) મુંબઈ, તા. ૨૬
મુંબઈના આઝાદ મેદાનમાં દલિત નેતા પ્રકાશ આંબેડકરના નેતૃત્વમાં ભીમા કોરેગાંવ હિંસાના આરોપી સંભાજી ભીડેની ધરપકડની માંગણીએ ભારી ભીડ એકત્ર થઈ હતી. પ્રકાશ આંબેડકરની નેતૃત્વ વાળી યલગાર મોરચાને પોલીસની પરવાનગી નહોતી મળી. પ્રદર્શનકારીઓને ફક્ત આઝાદ મેદાન સુધી સીમિત રહેવાની સલાહ આપવામાં આવી હતી. રિપ્બલીકન પાર્ટી ઓફ ઈન્ડીયાના નેતા રામદાસ આઠવલે દ્વારા કહેવામાં આવ્યું કે અમારી પાર્ટી યલગાર મોરચાના ટેકામાં નથી. આ પહેલા મિલિન્દ એકબોતેની ધરપકડ બાદ ઘણા સંગઠનો દ્વારા સંભાજી ભીડેની ધરપકડ કરવામાં માંગણી કરી હતી. પ્રકાશ આંબેડકરની માગંણી હતી કે ૨૬ માર્ચ સુધી સંભાજીની ધરપકડ કરવામાં આવે અન્યથા અમે ભારે દેખાવ કરીશું. પ્રકાશ આંબેડકર અને તેમના અનુયાયીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે સંભાજી ભીડે વડાપ્રધાન મોદી સાથે ઘરોબો ધરાવતા હોવાને કારણે તેમને છાવરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૩૧ ડિસેમ્બરના રોજ ભીમા કોરેગાવ લડાઈમાં દલિતોની જીત અંગે જશ્ન મનાવવામાં આવ્યો હતો જે પછી બન્ને સમૂદાયો વચ્ચે બબાલ થઈ હતી અને હિંસા ભડકી ઉઠી હતી. ઘણા દલિતો સંગઠનોનો આરોપ છે કે આ આખી હિંસા પાછળ સંભાજી ભીડે અને મિલિન્દ એકબોતેનો હાથ છે.