• પાંચ સિમકાર્ડ અમદાવાદથી ખરીદાયા હોવાનું ખૂલતાં મુંબઈ એટીએસની ટીમ દોડી
• ‘આ સિમકાર્ડ’નો ઉપયોગ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની હત્યાના ષડયંત્ર માટે કરાયો હતો…!
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણને હચમચાવી નાખનાર એન્ટિલિયા કેસની તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. એન્ટિલિયા બહારથી મળી આવેલી જિલેટીન ભરેલી સ્કોર્પિયો કારના બનાવમાં કારમાલિક મનસુખ હિરેનની હત્યા કેસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદેલા પાંચ સિમકાર્ડ અમદાવાદથી ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે.મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી રાખનાર એન્ટિલિયા કેસનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. અને મુંબઈ એટીએસ દ્વારા અમદાવાદમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એન્ટિલિયા કેસમાં વપરાયેલ સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા. એન્ટિલિયા કેસને લઈ મુંબઇ પોલીસે અમદાવાદમાં ધામા નાખ્યા છે. એન્ટિલિયા કેસમાં મનસુખ હિરેનની હત્યા કેસમાં તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચી છે. ગુનામાં વપરાયેલાં ૫ સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા. બુકી નરેશ ઘોરની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ ખુલાસો કર્યો હતો. આસિસ્ટન્ટ પીઆઈ સચિન વઝેએ પણ આ પૈકીના એક સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. ગુનામાં વપરાયેલ આ સિમ કાર્ડ ક્યાંથી ખરીદાયા હતા અને તેના માટે કયા ડોક્યુમન્ટ આપવામાં આવ્યા હતા, સિમકાર્ડ વેચનાર દુકાનદારે જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે કેમ ? આ સિમકાર્ડ અલગ-અલગ નામે ખરીદવામાં આવ્યા હતા. જે ખરીદવાની સૂચના આસિસ્ટન્ટ પીઆઈ સચિન વાઝેએ આપી હોવાનું કહેવાય છે. તે મામલે તપાસ કરવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી છે. ૫ સિમ કાર્ડ કોના નામે એક્ટિવ થયા છે અને આ બુકી સાથે શું સંબંધ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં અમદાવાદમાંથી કોઈ ચોંકાવનારો ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં.
3.5
5