(એજન્સી) તા.૨પ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેને ખેડૂતોના સંગઠન સેતકરી સંગઠન સાથે ગાઢ અને નિકટના સબંધો હતાં કે જેના વર્તમાન પ્રમુખ અનિલ ઘનાવતને હાલ ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થિ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સમિતિના સ્થાન પ્રાપ્ત થયું છે. છેલ્લા કેટલાય સપ્તાહથી સરકાર ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લે તેની માગણીના સમર્થનમાં દિલ્હીની બહાર સરહદ પર પંજાબ અને હરિયાણા સહિત દેશના ૧૦૦૦૦ જેટલા ખેડૂતો ડેરા તંબૂ તાણીને ધરણા પર બેઠા છે. અહીં મુખ્ય ન્યાયમૂર્તિના પક્ષે સીધો હિૅતોનો ટકરાવ થાય છે એવો નિર્દેશ આપવાનો કોઇ હેતુ નથી પરંતુ સમિતિની રચના સામે જે રીતે નામોની પસંદગી કરાઇ છે તેના આધાર અંગે કેટલાક સવાલો ઊભા થયાં છે. કિસાન સંઘોએ સમિતિ સાથે વાટાઘાટ કરવાનો ઇનકાર કરીને એવો આક્ષેપ કર્યો હતો કે તેના તમામ સભ્યો ત્રણેય વિવાદાસ્પદ કાયદાના ખુલ્લેઆમ સમર્થક છે. સુપ્રીમ કોર્ટે આ સમિતિમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભુપીન્દરસિંહ માન, સેતકરી સંઘઠનના પ્રમુખ અનિલ ઘનાવત, દ.એશિયામાં ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટના પર્વ ડાયરેક્ટર પ્રમોદકુમાર જોશી અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીની સમિતિ માટે પસંદગી કરી છે. સમિતિની રચના અને બંધારણ પર આલોચના વચ્ચે સીજેઆઇ બોબડેની બેંચે એવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે કૃષિ કાયદા પર કોઇ પણ વ્યક્તિના પૂર્વ વિધાનો કે મંતવ્યો ગેરલાયકાત માટે પરિબળ બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના એડવોકેટ જય અનંત દેહાદ્રાઇએ જણાવ્યું હતું કે મારા મતે મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા સમિતિની રચના હિતોના ટકરાવના બે પ્રાથમિક પરીક્ષણમાંથી ખરી ઉતરી નથી. આ સભ્યોના અગાઉના મંતવ્યો વાસ્તવિક અને દેખિતુ વલણ સૂચવે છે અને કાયદા બંધારણીય છે કે નહીં તે નક્કી કરવા સાથે સંકળાયેલ કોઇ પણ સમિતિમાં રહેવા માટે તેઓ ગેરલાયક ઠરે છે. અત્રેે ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ શરદ બોબડે સેતકરી સંગઠન સાથે સંકળાયેલ હતાં અને જ્યારે તેઓ જજ બન્યા ત્યારે તેઓ સેતકરી સંગઠનમાંથી હટી ગયાં હતાં. તેમણે ઘનાવત સાથે ક્યારેય કામ કર્યુ ન હતું. તે મુદ્દાને ઘનાવતે સ્વયં દોહરાવ્યો હતો. જો કે રાજુ શેટી સાથે ૨૦૦૪માં સેતકરી સંગઠન છોડીને સ્વાભિમાની સેતકરી સંગઠન રચનાર અહમદ બડકરે જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટ દ્વારા ગઠિત સમિતિમાં ઘનાવતને સ્થાન મળ્યું કારણ કે તેઓ ત્રણ વિવાદી કૃષિ કાયદાઓના સમર્થનમાં હતાં. નાગપુર સ્થિત કૃષિ કર્મશીલ અને શરદ જોશીના સેતકરી સંગઠનના પૂર્વ સભ્ય વિજય જવાંધીયાએ જણાવ્યું હતું કે આ સમિતિ ખેડૂત તરફી બની શકે નહીં. આ સમિતિ પર પી સાઇનાથ કેમ નથી ? કારણ કે આ સરકાર તેમને સહન કરી શકે નહીં. મારું માનવું છે કે ઘનાવત અને સેતકરી સંગઠનનું આ સમગ્ર મુદ્દે વલણ રાજકીય તકવાદ છે.