National

મુસ્લિમ સમુદાયને બદનામ કરવા માટે તબ્લીગી જમાતના કાર્યક્રમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે : જમિયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

નવી દિલ્હી, તા.૭
દિલ્હીમાં તબ્લીગી જમાત મંડળને લગતા કોરોનાવાયરસ-પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે એવા સમયે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગણી કરી છે કે કેન્દ્રને નિર્દેશો આપી “નકલી સમાચારો” ના પ્રસારણને રોકવામાં આવે અને મીડિયા ના એક વિભાગ સામે કડક કાર્યવાહી કરવામા આવે જેઓ કોમી દ્વેષ અને કટ્ટરતા ફેલાવી રહ્યાં છે.
જમિઆત ઉલેમા-એ-હિંદે તેના કાનૂની સેલના સેક્રેટરી દ્વારા વકીલ એજાઝ મકબુલ દ્વારા દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તબલીગી જમાતની દુર્ભાગ્ય પૂર્ણ ઘટનાનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાયને દોષી ઠેરવવા માટે કરવામાં આવી રહ્યો છે.
ગયા મહિને નિઝામુદ્દીન પશ્ચિમમાં તબલીગી જમાતના મુખ્ય મથક ખાતે ઓછામાં ઓછા ૯૦૦૦ લોકોએ ધાર્મિક મેળાવડામાં ભાગ લીધો હતો. ભારતમાં કોવિડ-૧૯ ના પ્રસાર માટે મંડળ એક મુખ્ય સ્રોત બન્યું, કારણ કે ઘણા ભાગ લેનારા લોકો દેશના વિવિધ ભાગોમાં મિશનરી કામો માટે ગયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાવાયરસના ૪૦૦૦ થી વધુ કેસોમાં ઓછામાં ઓછા ૧૪૪૫ કેસો દિલ્હીની તબલીગી જમાત મંડળ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
અરજીમાં કેન્દ્રને નકલી સમાચારોના પ્રસારને રોકવા અને નિઝામુદ્દીન મરકઝ મુદ્દે કટ્ટરતા અને કોમી નફરત ફેલાવતા મીડિયા સામે કડક કાર્યવાહી કરવા દિશા નિર્દેશો આપવા માંગણી કરાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અનેક નકલી અહેવાલો અને વીડિયો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં મુસ્લિમોને ખરાબ રીતે ચીતરવામાં આવ્યું છે.
એવી રજૂઆત કરવામાં આવી છે કે, આવા અહેવાલથી સાંપ્રદાયિક દુશ્મનાવટ વધી જવા પામી છે અને તિરસ્કાર પણ ફેલાઈ રહ્યું છે. જેના પરિણામે સાંપ્રદાયિક સુમેળ ઓછો થઇ રહ્યું છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, સમુદાયના આ “ડિમોનાઇઝેશન” ને કારણે “મુસ્લિમોના જીવન અને સ્વતંત્રતા સામે ગંભીર ખતરો” ઉભો થયો છે અને આમ તેઓએ બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળના તેમના જીવન જીવવાનાના અધિકારનો ભંગ થયું છે.
અરજીમાં મીડિયાના તમામ વિભાગોને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના કડક પાલનની જવાબદારીની ભાવના જાળવવા અને નફરત ફેલાવવાના સમાચારોનો પ્રસાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના પણ માંગવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.