International

મેક્રોને ત્રાસવાદી સંગઠનની ટીકા કરતાં હિઝબુલ્લાહનો વળતો પ્રહાર

 

(એજન્સી) અનાદોલું, તા.૧
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમન્યુઅલ મેક્રોને હિઝબુલ્લાહની ટીકા કરતા હેઝબોલ્લાહે મેક્રોનની ઝાટકણી કાઢી હતી. અને કહ્યું હતું કે એ ત્રાસવાદી સંગઠન તરીકે પોતાની કામગીરી ચાલુ જ રાખશે. એમણે પોતાના અધિકૃત ન્યુઝ ચેનલ અલ-મનાર ટી.વી.ના ગઈકાલના પ્રસારણના સંપાદકીયમાં ફ્રાંસના રાષ્ટ્રપતિના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે એ ઇઝરાયેલ નો સામનો કરનાર ઈરાન સમર્થિત સૈન્ય છે અને રહેશે અને એ સીરિયા અને એમના લોકોને ત્રાસવાદીઓ સામેની લડાઈમાં સમર્થન આપશે. ચેનલે એ પણ દાવો કર્યો હતો કે અમે અને અન્ય શિયા જૂથો લેબેનોનમાં વડાપ્રધાન મુસ્તફા અદીબના રાજીનામા અને સરકારની રચનામાં નિષ્ફળતા માટે જવાબદાર નથી. એમણે મેક્રોનની ટિપ્પણી અને ચેતવણીને ગેર વ્યાજબી અને અસ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું. ફ્રાંસના નેતાએ હિઝબુલ્લાહની આલોચના કરી હતી અને કહ્યું હતું કે હિઝબુલ્લાહ એક જ સમયે ઇઝરાયેલ સામે યુદ્ધની સ્થિતિમાં એક સૈન્યની જેમ વર્તે, સીરિયાના ગૃહયુદ્ધમાં બિન અંકુશિત ત્રાસવાદી સંગઠન તરીકે વર્તે અને લેબેનોનમાં એક સન્માનનીય પક્ષ તરીકે વર્તે એ શક્ય અને સ્વીકાર્ય નથી. મેક્રોનની આ ટિપ્પણી સામે હેઝબુલ્લાહે એમની ટીકા કરી હતી. મેક્રોને ત્રાસવાદી સંગઠનની રાજકીય પક્ષ તરીકેની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્ન કર્યો હતો. એમણે કહ્યું કે શું એ ખરેખર રાજકીય પક્ષ છે અથવા એ ફક્ત ઈરાન અને એમના ત્રાસવાદી ગ્રુપના દોરી સંચારથી વર્તી રહ્યું છે ? અમે આગામી અઠવાડિયાઓમાં શું શક્ય છે એની વિચારણા કરીએ છીએ. અમે કોઈ ઠોઠ નથી.
એમની ટિપ્પણી હિઝબુલ્લાહ અને અન્ય શિયા જૂથો સામે હતી, જેઓ અદીબને સરકારની રચના કરવા અવરોધો ઊભા કરી રહ્યા હતા. તેઓ લેબેનોનમાં પહેલેથી જ નાણા મંત્રાલય ઉપર નિયંત્રણ મેળવવા શરતો મૂકી રહ્યા હતા. જોકે મેક્રોને પોતાની ટિપ્પણીઓમાં ફક્ત હિઝબુલ્લાહ ને જ દોષ આપ્યો ન હતો પણ લેબેનોનની બધી જ રાજકીય પાર્ટીઓને દોષિત ઠરાવ્યું હતું જેઓ સરકાર રચવા અને દેશને સુચારુ રૂપથી ચલાવવામાં સહયોગ નથી આપતી. તેઓ ફ્રાંસ અને અંતરરાષ્ટ્રીય સમુદાયને આપેલ ખાતરીઓ અને વચનોનું પાલન નથી કરતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

    (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
    Read more
    International

    ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

    (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
    Read more
    International

    ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

    (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.