Editorial Articles

મોગલ સામ્રાજ્યના સુપ્રસિદ્ધ શહેનશાહ અકબર જલાલુદ્દીન

પૂરૂં નામ : અબુલ-ફત જલાલ-ઉદ-દીન મહંમદ અકબર
રાજવંશ : તૈમુર વંશ
જન્મ : ૧પ ઓક્ટોબર ૧પ૪ર ઉમરકોટ, રાજપૂતાના (હાલમાં સિંધ, પાકિસ્તાન)
મૃત્યુ : ર૭ ઓક્ટોબર ૧૬૦પ, અંત્યેષ્ટિ, સિકંદરા, આગરા
રાજ્યકાળ : ૧૧ ફેબ્રુઆરી, ૧પપ૬-ર૭ ઓક્ટોબર ૧૬૦પ

અકબર જલાલુદ્દીન મોહમ્મદ અકબરનો મોગલ સામ્રાજ્યના ત્રીજા અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતા. તેમનું શાસનકાળ ૧પપ૬થી ૧૬૦પ સુધીનું હતું. અનેક લશ્કરી વિજયો મેળવી તેમણે મોટાભાગના દેશને સંગઠિત કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા તથા એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી હતી. ઈ.સ. ૧પ૪૦માં કનોજના યુદ્ધમાં શેરશાહ સુરી સામે હુમાયુનો પરાજય થયો હતો અને આ સાથે જ હુમાયુના ૧પ વર્ષ કઠણાઈભર્યા જીવનની શરૂઆત થઈ. આ દરમ્યાન ૧પ૪૧માં સિંધના અમરકોટ ગામ પાસે તેઓ બેગમ હમીદાબાનુ સાથે મુલાકાત થઈ અને ઈ.સ.૧પ૪૧માં હમીદાબાનુ સાથે લગન કર્યા. લગ્ન બાદ ૧પ૪રમાં તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ બદરૂદ્દીન રાખવામાં આવ્યું પરંતુ પિતા હુમાયુએ પુત્રનું નામ બદલીને જલાલુદ્દીન મોહમ્મદ રાખ્યું. ત્યારબાદ હુમાયુ પર હુમલો થતા જીવ બચાવવા તે પોતાની બેગમ સાથે ઈરાન ભાગી ગયા અને જલાલુદ્દીનને પોતાના કાકાઓના સંરક્ષણમાં રહેવું પડ્યું. બાદમાં પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે ૧પપપમાં ભારત પહોંચી શકયા. પિતા હુમાયુનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં ર૬ જાન્યુઆરી ૧પપ૬ના રોજ આકસ્મિક અવસાન થયું. અન્ય મધ્યયુગીન શાસકોની જેમ અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતા અને તેમણે પોતાનું રાજ્ય ઉત્તર અફઘાનિસ્તાનથી કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પશ્ચિમે ગુજરાતની પૂર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્ત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબર બાદશાહે ૧પ૬રથી ૧૬૦પ સુધીમાં અનેક લડાઈઓ કરી અને મોટાભાગની જીત મેળવીને ભારતભરમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી. અકબર બાદશાહના શાસનમાં ઘણાં મહત્ત્વના સુધારાઓ થયા તેમાંથી
ધાર્મિક સુધારાઓ : અકબરે યાત્રા વેરો તથા જજિયાવેરો નાબૂદ કરાવ્યો. પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી અને મંદિરો બાંધવાની છૂટ આપી.
વહીવટી સુધારાઓ : અકબરે તેમના સામ્રાજ્યને કેન્દ્ર, સુબાઓ, સરકાર, પરગણા તથા ગ્રામ એકમોમાં આધુનિક ઢબે વ્યવસ્થિત કર્યું. ગુલામી પ્રથાનો અંત કર્યો.
સામાજિક સુધારાઓ : તેમણે ફરજિયાત સતીપ્રથા બંધ કરાવી. કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી. બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો તથા વિધવા પુનઃ લગ્ન માટે છૂટ આપી. અકબરે વૈશ્યાવૃત્તિ તથા ભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મૂક્યા. સામાજિક સુધારાઓને અમલ કરવા તેમણે ખાસ અધિકારીઓની નિમણૂક કરી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Editorial Articles

  02-02-2023

  Read more
  AhmedabadAjab GajabBusinessCareerCrimeEditorial ArticlesEducationFeaturedGujaratHealthInternationalLokhit movementMuslimNationalRecipes TodaySpecial ArticlesSportsTasveer TodayTechnology

  રમઝાનમાં તમારી ઝકાત-લિલ્લાહનો શિક્ષણ માટે પણ ઉપયોગ કરો, યુવાઓનું ભવિષ્ય બનાવો

  લોકહિત પ્રકાશન સાર્વજનિક…
  Read more
  AhmedabadAjab GajabBusinessCareerCrimeEditorial ArticlesEducationFeaturedGujaratHealthInternationalLokhit movementMuslimNationalRecipes TodaySpecial ArticlesSpecial EditionSportsTasveer TodayTechnology

  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.