Gujarat

મોડાસાના સહયોગ ચોકડી નજીક ગર્ભવતી યુવતી પર કન્ટેનર ફરી વળતા કમકમાટી ભર્યું મોત

પિતાને બર્થ-ડે વિશ કરવા દંપતિ એક્ટિવા પર નીકળ્યું હતું ત્યારે કન્ટેટર ચાલકે અડફેટે લેતા મોત

મોડાસા, તા.ર૧
બાલાસિનોરથી કૃપા પાર્થ ભાવસાર તેના પતિ સાથે મોડાસા રહેતા તેના પિતા સુમનભાઈ એમ ભાવસારનો જન્મ દિવસ હોવાથી દંપતી બર્થડે વિશ કરવા રવિવારે આવ્યું હતું સોમવારે બર્થડેના દિવસે પિતાને બર્થડેની ઉજવણી માટે હોટલમાંથી ફૂડ લઇ એક્ટિવા પર પરત ફરતા સમયે સહયોગ ચોકડી નજીક દંપતીની એક્ટિવાને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા કૃપા ભાવસાર ટ્રક-કન્ટેનરના ટાયર નીચે આવી જતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ કૃપાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજતા નવ દંપતિ નંદવાયું હતું યુવતીના પતિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ટ્રક-કન્ટેનર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. કૃપા ભાવસારના એક વર્ષ અગાઉ બાલાસિનોરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નસંસારના સુખી ભાગરૂપે કૃપાને ચાર મહિનાનો ગર્ભ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી અકસ્માતની ઘટનાના પગલે ભાવસાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી યુવતીના પરિવારજનોએ ભારે રૉક્કો કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
સહયોગ બાયપાસ ચોકડી પર અકસ્માતમાં યુવતિનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને સર્કલ બનાવવાની ઉગ્ર માંગ કરી હતી અકસ્માતની ઘટનાના પગલે પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતીની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.