National

મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર માલદીવ કટોકટીની ચર્ચા

(એજન્સી) નવી દિલ્હી,તા. ૯
વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરૂવારે આ વર્ષની પ્રથમ ટેલિફોનિક ચર્ચા થઇ હતી જેમાં માલદીવમાં પ્રવર્તી રહેલી કટોકટી અને ભારતીય પેસેફિક પ્રાંતમાં સાથે મળીને દ્વિપક્ષીય કામ કરવા અંગે વિગતવાર ચર્ચા થઇ હતી તેમ વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી.માલદીવના પ્રમુખ અબ્દુલ્લાહ યામીને પિવક્ષના જેલમાં રહેલા નવ નેતાઓને છોડી મુકવાના સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો હતો જેમણે દેખાવો કરી પાટનગરને ધમરોળ્યું હતું.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મામલે પણ વાતચીત થઇ હતી. લોકશાહી સંસ્થાઓ તેમજ વિધીના ટ્રમ્પ શાસનના સન્માન કરવા માટેની વાત થઇ હતી.
૨. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, મોદી અને ટ્રમ્પ બંને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના પાસા પર સાથે મળીને કામ કરવા માટે તૈયાર થયા છે.
૩. અમેરિકી નિવેદનમાં જણાવાયંુ હતું કે, વાતચીતમાં મ્યાનમારમાં રોહિંગ્યાઓની મુશ્કેલીઓ વિશે પણ ચર્ચા થઇ હતી. આશરે ૬,૮૦,૦૦૦ રોહિંગ્યા લોકો હાલ બાંગ્લાદેશમાં શરણ લઇ રહ્યા છે. તાજેતરમાં જ મ્યાનમાર અને બાંગ્લાદેશ શરણાર્થીઓને ઘરે પરત મોકલવાના કરાર પર સહમત થયા હતા.
૪. ફોન પર બંને નેતાઓ વચ્ચે ઉત્તર કોરિયાને પરમાણુ વિહીન કરવાના પગલાં વિશે પણ ચર્ચા થઇ હતી.
૫. મોદી અને ટ્રમ્પ વચ્ચે એપ્રિલમાં ૨+૨ મંત્રીસ્તરની ચર્ચા કરવા પણ સહમતી સધાઇ હતી. આ ચર્ચાની વાત ૨૦૧૭માં મોદી અમેરિકા ગયા હતા ત્યારે થઇ હતી.
૬. આ ચર્ચામાં ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ તેમના અમેરિકી સમકક્ષો સાથે કરશે જેમાં અમેરિકાના રેક્ષ ટિલરસન અને જિમ મેટ્‌સ ભાગ લેશે.
૭. બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મામલે પણ વાતચીત થઇ હતી.માલદીવ હાલમાં સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે વિપક્ષના નવ નેતાને મુક્ત કરવાના આદેશ જારી કર્યા હતા.
૮. માલદીવના પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે રાજકીય કેદીઓને છોડાવવા ભારત પાસે દૂત મોકલ્યા હતા જ્યારે યામીને પોતાના દૂતો ચીન, પાકિસ્તાન અને સઉદી અરબમાં મોકલ્યા હતા.માલદીવે એમ પણ કહ્યું હતું કે ભારતે દૂત મોકલવા ના કહ્યું હતું.
૯. સૂત્રો અનુસાર માલદીવે ભારત કરતા ચીનને વધુ મહત્વ આપ્યુ છે કારણ કે તેની સાથે તેના રાજકીય તથા આર્થિક કરાર થયેલા છે. ઉપરાંત હિંદ મહાસાગરમાં બંને દેશો વચ્ચે પોર્ટની સ્થાપના કરવામાં આવી છે.
૧૦. ઐતિહાસિક રીતે સૌથી મહત્વના ટાપુ પર ચીનની દખલ બાદ ભારતે હાથ પરત ખેંચ્યા હતા. ટ્રમ્પ તંત્રે ભારત અને ચીન વચ્ચે સહમતી સાધવા મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.