National

મો. શમીના લગ્નેતર સંબંધો, તેના પરિવારે મારી હત્યાનો પ્રયાસ કર્યો : પત્ની હસીન જહાંનો આરોપ

(એજન્સી) કોલકાતા, તા. ૭
ભારતીય ક્રિકેટના ઝડપી બોલર મોહંમદ શમીની પત્ની હસીન જહાંએ તેના પતિ પર માર મારવા તથા તેના લગ્નેતર સંબંધો હોવાના આરોપો લગાવ્યા છે. જહાંએ પોતાના પતિની ફેસબૂક પર અન્ય મહિલાઓ સાથેની વાતચીતના અંશોને સ્ક્રીનશોટ પાડી લીધા છે. તેણે આ અંગેના કેટલાક ફોટા પણ પાડી લીધા છે જેને તે પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા તરીકે મુકી શકે. શમીની પત્નીએ વધુમાં આરોપો લગાવ્યા છે કે, તેના પરિવારજનોએ તેને મારી નાખવાના પ્રયાસ કર્યા છે અને છેલ્લા બે વર્ષથી વધુ સમયથી તેને ત્રાસ આપી રહ્યા છે. હાલમાં ધર્મશાલા ખાતે દેવધર ટ્રોફીમાં રમી રહેલા શમીએ પોતાની પત્નીના આ આરોપોને ફગાવી દીધા છે. શમીએ ટિ્‌વટર પર જણાવ્યું છે કે, મારા અંગત જીવન પર જે આરોપો લગાવાયા છે તેમાં કોઇ હકીકત નથી અને આ તમામ આરોપો ખોટા છે. આ ચોક્કસ રીતે મારી સામેનું ષડયંત્ર છે. આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે.
શમીની સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે તેની પત્નીએ કથિત વોટ્‌સએપની વાતોના તેના પતિના અન્ય યુવતીઓ સાથેની વાતો અને ફોટાઓ શેર કર્યા છે. અહેવાલોમાં એવું પણ જણાવાયું છે કે, હસીન જહાંએ શમી અને તેના પરિવાર સામે તેને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ કરી છે. હસીને એવું પણ કહ્યું છે કે, તેણે જો ફોટા શેર કર્યા છે તેના કરતા પણ શમીની હરકતો વધુ ખરાબ છે. આફ્રિકાથીપરત ફર્યા બાદ પણ શમીએ મને માર માર્યો હતો. તે મને ધમકીઓ આપતો હતો અને સતત ત્રાસ આપતો હતો તેથી મેં તેનું ઘર છોડ્યું છે. હસીન જહાં કોલકાતાની છે અને શમી ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાનો છે. પોતાની પત્નીના ફોટો શેર કરવા બદલ શમી ઘણી વખત ટ્રોલ થયો છે. બંનેને એક બે વર્ષની પુત્રી પણ છે. સૂત્રો અનુસાર જહાં તેના પતિ મોહંમદ શમી અને તેના પરિવારજનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની યોજના ઘડી રહી છે. હસીન જહાંના વકીલ ઝાકીર હુસૈને ફેસબૂક પોસ્ટની વાતને સમર્થન આપ્યું છે પરંતુ વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો છે. ઝાકીરે કહ્યું કે હા આ હસીન જહાંની ફેસબૂક પ્રોફાઇલ છે, હું અત્યારે કોર્ટના કામકાજમાં છું અને તેની વધુ વિગતો આપી શકું તેમ નથી. બીજી તરફ કોલકાતા પોલીસે કહ્યું છે કે, તેમને હજુ સુધી હસીન જહાં કે તેના પરિવાર તરફથી અથવા તેના પ્રતિનિધિ તરફથી શમી વિરૂદ્ધ કોઇ સામાન્ય ફરિયાદ મળી નથી. આ પહેલા શમી એ સમયે વિવાદમાં આવ્યો હતો જ્યારે દક્ષિણ કોલકાતાના જાદવપુરના કાત્જુનગર વિસ્તારમાં આવેલા તેના મકાન બહાર પાર્કિંગ બાબતે તેણે કેટલાક યુવકો સાથે ઝઘડો કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.