International

મ્યાનમારના રખાઇનમાં ૨૦ લાખ લોકોભૂખમરાના જોખમમાં : સંયુક્ત રાષ્ટ્ર

(એજન્સી) તા.૯
મ્યાનમારનું યુદ્ધગ્રસ્ત રખાઇન રાજ્ય ટૂંક સમયમાં દુષ્કાળમાં પ્રવેશી શકે છે, જેમાં ૨૦ લાખથી વધુ લોકો ભૂખમરાના જોખમમાં હોવાનો અંદાજ છે, યુએનના નવા અહેવાલ મુજબ.
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા ગુરૂવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, ‘રખાઈનની અર્થવ્યવસ્થાએ કામ કરવાનું બંધ કરી દીધું છે.’ તે આગાહી કરે છે કે, જો બાંગ્લાદેશની સરહદે આવેલા પશ્ચિમી રાજ્યમાં ખોરાકની અસુરક્ષાના વર્તમાન સ્તર પર ધ્યાન આપવામાં ન આવે તો તે ૨૦૨૫ના મધ્ય સુધીમાં ‘દુકાળની સ્થિતિ’ તરફ દોરી શકે છે, જે રાજ્યવિહીન રોહિંગ્યા સમુદાયનું ઘર છે.UNDPએ જણાવ્યું કે, લગભગ ૨૦ લાખ લોકો ભૂખમરાનું જોખમ છે.
એજન્સીએ જણાવ્યું કે, બિયારણ અને ખાતરની અછત, ખરાબ હવામાન અને ખેતી ન કરી શકતા લોકોના વિસ્થાપનને કારણે રખાઈનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું છે.UNDPએ તેના અહેવાલમાં જણાવ્યું કે, ‘રખાઈન અભૂતપૂર્વ આપત્તિની આરે છે.’ તેણે જણાવ્યુંકે, ‘વ્યાપાર લગભગ સ્થગિત થવા સાથે ૨૦ લાખથી વધુ લોકો ભૂખમરાનું જોખમ ધરાવે છે.’
‘તાત્કાલિક પગલાં વિના ૯૫ ટકા વસ્તી અસ્તિત્વ ટકાવી રાખવાની સ્થિતિમાં પહોંચી જશે.’ મ્યાનમારની સૈન્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રેડ ક્રોસ સહિતની સહાય એજન્સીઓને માનવતાવાદી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં અને સહાય પહોંચાડવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અલ જઝીરાના ટોની ચેંગ બેંગકોકથી અહેવાલ આપતા જણાવ્યું કે, આ પ્રદેશ હાલમાં તેની ખાદ્ય જરૂરિયાતોના માત્ર ૨૦ ટકા ઉત્પાદન કરી શકે છે.તેમણે જણાવ્યું કે, ‘રોહિંગ્યાઓ આ સંકટના કેન્દ્રમાં છે. જે નસીબદાર છે તેઓ સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશવામાં સફળ થયા છે. પરંતુ લાખો લોકો હજુ પણ છે અને તેમની સ્થિતિ વધુ ખરાબ થવાની તૈયારીમાં છે.’UNDPએ જણાવ્યું કે, ઓકટોબર ૨૦૨૩થી આ વર્ષના ઓગસ્ટ સુધીમાં રખાઈનમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકોની સંખ્યામાં ૬૦ ટકાથી વધુનો વધારો થયો છે અને ૫,૦૦,૦૦૦થી વધુ લોકો હવે સંપૂર્ણપણે સહાય પર નિર્ભર છે.