Ahmedabad

યુકેથી આવેલા મુસાફરોમાં કોરોનાનું નવું સ્ટ્રેન છે કે કેમ તેની તપાસ કરાશે

પોઝિટિવ આવેલા યુકેના ચાર મુસાફરો હાલ આઈસોલેશનમાં
ચારેય મુસાફરોના લોહી સહિતના નમૂના પૂણે લેબોરેટરીમાં મોકલાયા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
કોરોના વાયરસનું નવું ઘાતક સ્વરૂપ મળી આવ્યા બાદ વિશ્વભરના દેશોએ યુકે સહિત યુરોપના દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે ભારતમાં પણ ફ્લાઇટ પર પ્રતિબંધ મુકાયા બાદ ગઈકાલે લંડનથી જે પ્રથમ ફ્લાઇટ આવી હતી. તેના તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા બાદ ચાર પેસેન્જરના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હાલ દાખલ કરવામાં આવ્યા છે. હવે આ પેસેન્જરોમાં વાયરસનો નવો સ્ટ્રેઈન છે કે, કેમ તે જાણવા તેઓના લોહીના નમૂના પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ સાત દિવસ બાદ આવશે.
યુકેમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન મળી આવતા સરકારે તાજેતરમાં યુકેનો પ્રવાસ કરનારા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બહાર પાડી છે. મંગળવારે લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સહિત ૨૭૫ મુસાફરોના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૪ પેસેન્જર પોઝિટિવ મળતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમના લોહી સહિતના અન્ય ટેસ્ટ કરીને નમૂના પૂણે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ પોઝિટિવ દર્દીઓમાં વાયરસનો નવો સ્ટ્રેઈન છે કે, નહીં તે જાણવા માટે તેમના બ્લડ ટેસ્ટ અને અન્ય રિપોર્ટ કરવામાં આવ્યા છે. જેને પૂના ખાતે વાયરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો સાત દિવસમાં રિપોર્ટ આવશે. ત્યારબાદ વાયરસ અંગે સાચી માહિતી જાણી શકાશે.
ગઈકાલે પોઝિટિવ આવેલા દર્દીઓના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ પરથી જાણવા મળ્યું હતું કે, ચારેય પેસેન્જરની સીટી વેલ્યૂ (વાયરસનો લોડ) અનુક્રમે ૧૯, ૨૩, ૨૫ અને ૨૮ હતો. પોઝિટિવ પેસેન્જરમાં કોરોના વાયરસનો યુકેમાં જોવા મળેલો નવો સ્ટ્રેન છે કે નહીં, તે ચકાસવામાં આવશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચારમાંથી એકપણ પેસેન્જરને કોરોનાના લક્ષણ ન હતા છતાં વાયરસ લોડ આટલો ઊંચો આવ્યો હતો. સામાન્ય રીતે ૧૪થી ૨૨ની સિટી વેલ્યૂ વાયરલ લોડ વધુ હોવાનું દર્શાવે છે. કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ સૌથી વધુ યુવાપેઢીને અસર કરે છે અને તેનો ફેલાવો પણ ઝડપથી થાય છે. જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તો તેને હાલના પ્રોટોકોલ મુજબ આઈસોલેશનમાં મૂકવામાં આવે છે.

અમદાવાદમાં હાલના તબક્કે કોરોનાના  નવા સ્ટ્રેનનો એક પણ કેસ નોંધાયો નથી

પહેલાં અને બીજા વેવમાં વાયરસમાં ક્લીનિકલી કોઈ ચેન્જ દેખાયો નથી

અમદાવાદ, તા.૨૩
યુકેમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ નવો સ્ટ્રેન ભારતમાં ન આવે તે માટે સરકાર દ્વારા યુકેથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ લંડનથી છેલ્લી ફ્લાઈટમાં આવેલા મુસાફરોના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ બાબતે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં કોરોનાના પહેલાં અને બીજા વેવમાં વાયરસમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી, એટલે અમદાવાદમાં કોરોનાના નવ સ્ટ્રેનનો એક પણ કેસ નથી એમ કહી શકાય ડૉક્ટર. જે.પી.મોદીના જણાવ્યા મુજબ કોરોનાના મારા મત પ્રમાણે ૨૦ પ્રકારના સ્ટ્રેન છે તેમાંથી એલ અને એસ બે સ્ટાઈલના સ્ટ્રેન મુખ્ય છે. પરંતુ આપણે ત્યાં પહેલાં અને બીજા વેવમાં વાયરસમાં ક્લીનિકલી કોઈ ચેન્જ દેખાયો નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  1 Comment

  Comments are closed.