Gujarat

યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર બળાત્કાર ગુજારનાર બે નરાધમો સામે ફરિયાદ

સુરત, તા.૩૧
સુરતના લીંબાયત અને ડિંડોલીમાં યુવકતીઓને પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર બળાત્કાર ગુજારનાર બે નરાધમો સામે ફરિયાદ નોંધાઈ છે.
ડિંડોલી નવાગામ સ્થિત શિવહીરા નગરમાં રહેતો વિશ્વાસ અખિલેસ મોર્યા ખટોદરા વિસ્તારમાં લુમ્સના કારખાનામાં નોકરી કરે છે. ૨૦૧૫માં ખટોદરા વિસ્તારમાં રહેતી એક યુવતીના પરિચયમાં વિશ્વાસ અવ્યો હતો. યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ખોટા વાયદાઓ આપી પોતાની હવસ સંતોષવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલો સહિતના સ્થળો પર લઈ જતો હતો. યુવતીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. યુવતી આનાકાની કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની હવસ સંતોષતો હતો. ૨૦૧૫થી લઈ આજદિન સુધી માત્ર લગ્નના ખોટા વાયદાઓ આપી યુવતીનો ભોગવ્યા સિવાઈ કંઇ કર્યું ન હતું. છેવટે વિશ્વાસે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગે ભોગ બનનાર યુવતીને તેણી જાણકારી થતા તેણે ખટોદરા પોલીસ મથકમાં વિશ્વાસ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ઉન ભીંડી બજાર સ્થિત બીલાલનગર તથા લિંબાયત છત્રપતિ શિવાજીનગરમાં રહેતો આશિફ જબ્બાર સૈયદ મજૂરી કામ કરે છે. આસીફ પોતે પરિણીત હોવા છતાં આજ વિસ્તારમાં રહેતી એક યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ૨૦૧૨માં યુવતીને વિશ્વાસ અપાવ્યો હતો કે તેની પત્નીને તલાક આપીને તેણી સાથે નિકાહ કરશે. આ વાત પર વિશ્વાસ યુવતીએ મૂક્યો હતો. ત્યારબાદ યુવતીનો વિશ્વાસ અને ભરોસો જીતી લીધા બાદ આસીફ અવાર નવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી સાથે શરીર સંબંધ બાંધી પોતાની હવસ સંતોષતો હતો. દર વખતે યુવતી નિકાહ માટે જીદ કરતી હતી ત્યારે ખોટા વાયદાઓ કરી આસિફ વાતને ટાળી દેતો હતો. આમ ૨૦૧૨થી લઈ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી યુવતીને આ જ રીતે આશિફે ભોગવી હતી. છેવટે યુવતી સાથે લગ્ન કરવા માટે ઈન્કાર કરી દેતા તેણી ભાગી છૂટી હતી. પોતાની સાથે આશિફે વિશ્વાસ ઘાત કર્યા હોવાનું ભાન થતા યુવતીએ લિંબાયત પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.