Ahmedabad

યુવતીનું સ્ત્રીબીજ કાઢી લેનારા ડૉક્ટરની ધરપકડ

અમદાવાદ, તા.૩૧
પૈસાની લાલચમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીનું સ્ત્રી બીજ કાઢી નાંખવાના ચકચારભર્યા પ્રકરણમાં રામોલ પોલીસે આજે આરોપી ડોકટરની ધરપકડ કરી લેતાં તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપી બીએચએમએસ ડૉક્ટરે મૃતક મહિલાનું કાનપુર ખાતે લઇ જઇ હોસ્પિટલમાં સ્ત્રી બીજ કાઢી લેવડાવ્યું હતું. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ડૉક્ટર પટેલ સહિત છ આરોપીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી હતી. તબીબી આલમ સામે ગંભીર સવાલો અને શંકા ઉઠાવતાં આ ચકચારભર્યા પ્રકરણમાં મૃતકના ભાઈએ રામોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી અને હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલા ગત તા.૧૯-૩-૨૦૧૭ના રોજ ઘરેથી કેમ્પમાં જવાનું કહીને નીકળી હતી અને તા.૨૩ માર્ચ,૨૦૧૭ના રોજ તેણી ઘેર આવી હતી ત્યારે તેની તબિયત બહુ ખરાબ હતી. તેને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોઇ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે દવાખાને લઈ ગયા બાદ જ્યાં ડૉક્ટરે બોપલ વુમન્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, તેણીની તબિયત વધુ બગડતાં તેને અન્ય હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જયાં પંદર દિવસ સુધી તેને આઇસીયુમાં દાખલ રાખવામાં આવી હતી એ પછી તેની તબિયતમાં સુધારો જણાતાં તેને રજા આપવામાં આવી હતી. દરમ્યાન મહિલાએ તેના ફરિયાદી ભાઇને એ વખતે વાત કરી હતી કે, બાપુનગરમાં ગરીબનગરના છાપરામાં રહેતી યુવતીએ તેણીને લાલચ આપી હતી કે, જો તારે પૈસા કમાવવા હોય તો એક ડોકટર છે અને તું જો તું તારું સ્ત્રીબીજ આપીશ તો તને રૂ.૧૫ હજાર મળશે. ત્યારબાદ તેની ઓળખાણ એક મહિલા સાથે કરાવી હતી. તે તેણીને પેલા ડૉક્ટરની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જયાં ડોકટરોએ તેને સ્ત્રીબીજના બદલામાં રૂ.૧૫ હજાર આપવાની લાલચ આપી હતી. બાદમાં તેને સોનોગ્રાફી બાદ દસ દિવસ સુધી ઇન્જેકશનો આપવામાં આવ્યા હતા અને વડોદરાને બદલે તેણીને કાનપુર લઇ જવાઇ હતી અને કાનપુરમાં તેનું સ્ત્રીબીજ કાઢી લેવામાં આવ્યું હતું. ઇન્જેકશનોના ઓવરડોઝના કારણે મહિલાની બંને કિડનીઓ ફેઇલ થઇ ગઇ હતી અને તેની તબિયત બહુ જ ગંભીર બનતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જયાં તા.૭-૧૦-૨૦૧૭ના રોજ મૃત્યુ થયુ હતું. જો કે, સિવિલ હોસ્પિટલની કમીટી દ્વારા આ પ્રકરણમાં તપાસ હાથ ધરી સત્તાધીશોને સુપ્રત કરેલા રિપોર્ટમાં ડૉક્ટર સહિતના લોકોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ ગયો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.