International

યુ.કે. એ ઇઝરાયેલને ગાઝામાં સહાય કર્મચારીઓની હત્યા અંગે ‘સંપૂર્ણ પારદર્શક સ્પષ્ટીકરણ’ પ્રદાન કરવા હાકલ કરી

વિદેશ સચિવ ડેવિડ કેમેરોને કહ્યું કે, માર્યા ગયેલા સહાય કાર્યકરો ‘અત્યંત જરૂરિયાતમંદોને જીવનરક્ષક સહાય પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા’

(એજન્સી) લંડન, તા.૩
બ્રિટને મંગળવારે ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં સાત સહાય કર્મચારીઓના મોતની ઘટનામાં તત્કાલ તપાસ કરવા અને જે થયું તેની સંપૂર્ણ, પારદર્શક ખુલાસો પ્રદાન કરવા હાકલ કરી હતી.
વિદેશ સચિવ ડેવિડ કેમરોને Xપર લખ્યું, ‘ગાઝામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન (ડબ્લ્યુસીકે) સહાયક કર્મચારીઓ હવાઈ હુમલામાં માર્યા ગયા તે સમાચાર ખૂબ જ દુઃખદાયક છે.’
તેમણે ઉમેર્યું, ‘બ્રિટિશ નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, અમે આ માહિતીને ચકાસવા માટે તાકીદે કામ કરી રહ્યા છીએ અને તેમના પરિવારોને સંપૂર્ણ સાથ અનેસમર્થન આપીશું. તે જરૂરી છે કે, માનવતાવાદી કામદારો સુરક્ષિત હોય અને તેમનું કાર્ય કરવા સક્ષમ હોય.’
વર્લ્ડ સેન્ટ્રલ કિચન (ડબ્લ્યુસીકે) એ મંગળવારે પુષ્ટિ કરી હતી કે, ગાઝા પટ્ટીમાં સોમવારના ઇઝરાયેલી હુમલામાં તેના સાત માનવતાવાદી સહાય કાર્યકરો માર્યા ગયા હતા.
ઉઝ્રદ્ભએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઉઝ્રદ્ભ ટીમ ઉઝ્રદ્ભ લોગો અને સોફ્ટ સ્કીન વ્હિકલ સાથે બ્રાન્ડેડ બે બખ્તરબંધ કારમાં એક અસ્પષ્ટ ઝોનમાં મુસાફરી કરી રહી હતી.’
તેણે ઉમેર્યું હતું કે, ઇઝરાયેલી સૈન્ય સાથે તેમની ગતિવીધીનું સંકલન કરવા છતાં, કાફલાને માર મારવામાં આવ્યો હતો. આ કાફલો દેર અલ-બાલાહ વેરહાઉસ છોડી રહ્યો હતો, જ્યાં ટીમે દરિયાઇ માર્ગ પર ગાઝામાં લાવવામાં આવેલી ૧૦૦ ટનથી વધુ માનવતાવાદી ખાદ્ય સહાયને ઉતારી હતી.WCK એરિન ગોરે જણાવ્યું હતું, ‘આ માત્ર .WCK સામેનો હુમલો નથી, આ માનવતાવાદી સંગઠનો પરનો હુમલો છે, જે અત્યંત ભયંકર પરિસ્થિતિઓમાં દેખાઈ રહી છે જ્યાં ખોરાકનો ઉપયોગ યુદ્ધના શસ્ત્ર તરીકે થઈ રહ્યો છે. આ અક્ષમ્ય છે.’ માર્યા ગયેલા સાત લોકો ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, યુ.કે., યુ.એસ. અને કેનેડાના બેવડા નાગરિક અને પેલેસ્ટીનના વતની હતા.