National

રજનીકાંતે કમલ હાસનની પ્રશંસા કરતા તેમને ‘કર્મનિષ્ઠ’ ગણાવ્યા

(એજન્સી) ચેન્નાઈ, તા.ર૩
મક્કાલ નીધિ માય્યમ (એમએનએમ)ના સ્થાપક કમલ હાસનની પ્રશંસા કરતા તમિલ સુપરસ્ટાર રજનીકાંતે તેમને કાર્યક્ષમ ગણાવ્યા હતા.
બુધવારે મદુરાઈમાં કમલ હાસને પોતાનો પક્ષ લોન્ચ કર્યો હતો. રાજકારણમાં જોડાવવા જઈ રહ્યા રજનીકાંતે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ અને હાસન અલગ-અલગ માર્ગ અપનાવશે. પરંતુ તેમનો ધ્યેય લોકોનું કલ્યાણ રહેશે. કમલ હાસન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, કમલ કર્મનિષ્ઠ છે તે લોકોનો વિશ્વાસ જીતશે. ગત વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતે પણ રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી હતી. હાસને પોતાની કોલમમાં લખ્યા મુજબ, પક્ષની જાહેરાત પહેલાં તેમણે રજનીકાંત સાથે ‘ગુપ્ત’ બેઠક યોજી હતી. બંનેએ નક્કી કર્યું છે કે વિરૂદ્ધ પક્ષોમાં હોવા છતાં તે એકબીજાનું માન જાળવી રાખશે.
રજનીકાંતે કાવેરી મુદ્દે તામિલનાડુ સરકારે યોજેલી તમામ પક્ષોની બેઠકને આવકારી હતી. આ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં વિપક્ષના નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ પ્રતિનિધિ મંડળ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.