Gujarat

રતનપરના પ્રોફેસરનું અપહરણ કરી માર માર્યાનો બનાવ : એક ઝડપાયો

સુરેન્દ્રનગર,તા.૧પ
રતનપરમાં રહેતા અને કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા યુવાનનું બાઇક ઉભુ રાખી અપહરણ કરી બે શખ્સોએ માર માર્યાનો બનાવ બન્યો છે. જેમાં ઝપાઝપીમાં પ્રોફેસરનો બે તોલાનો સોનાનો ચેન પડી ગયો હતો. જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે.
રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અમિતભાઇ કાંતિલાલ પટેલ સી.યુ.શાહ યુનિવર્સિટીમાં એમસીએના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તા. ૧૩ના રોજ રાત્રે તેઓ તેમના મિત્રની દુકાને બેસીને ઘેર જતા હતા ત્યારે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પાછળના ભાગે અંધારામાં બે શખ્સોએ તેમને ઉભા રાખી બોલાચાલી કરી હતી. જેમાં તેઓ નાસવા લાગતા બન્ને શખ્સો બાઇક પાછળ તેમને બેસાડી માનવ ધર્મ આશ્રમ પાછળ લઇ જઇ માર માર્યો હતો. જેમાં ઝપાઝપીમાં પ્રોફેસરનો બે તોલા સોનાનો ચેન પડી ગયો હતો. આ દરમિયાન પ્રોફેસરના મિત્રો આવી જતા બન્ને શખ્સો ભાગી ગયા હતા. અમિત પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પોલીસ મથકે ઇન્દ્રપ્રસ્થમાં રહેતા ધર્મેન્દ્ર બાવાજી અને મયૂર વનરાજભાઇ ચાવડા સામે મારામારી અને અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. પ્રોફેસર પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના કૌટુંબિક ભાઇ થતા હોઇ જોરાવરનગર પીએસઆઇ એસ.એસ.વરૂએ તુરંત તપાસ હાથ ધરી મયૂર વનરાજભાઇ ચાવડાને પકડી લીધો હતો. જયારે બીજા આરોપી ધર્મેન્દ્ર બાવાજીને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનામાં કોઇ ખાસ કારણ બહાર આવ્યુ નથી. ફરિયાદી અને ઝડપાયેલ શખ્સ મયૂરના ભેદી મૌને પોલીસની પણ મુંઝવણ વધારી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.