International

રફાહ પર ઇઝરાયેલનું ભૂમિ આક્રમણ ‘ખૂબ જ ટૂંક સમયમાં’ થશે : અહેવાલો

ઇઝરાયેલી મીડિયા અનુસાર જમીની કાર્યવાહી નિકટવર્તી દેખાય છે, કારણ કે,
પેલેસ્ટીનીઓને વિસ્થાપિત કરવા માટેના તંબુઓ ફરી એકવાર દક્ષિણ ગાઝામાં બાંધવામાં આવ્યા છે

(એજન્સી) તા.૨૫
દક્ષિણ ગાઝાના રફાહ પર ઇઝરાયેલી ભૂમિ આક્રમણ નિકટવર્તી દેખાય છે, ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, શહેરમાં ભીડ ધરાવતા હજારો વિસ્થાપિત પેલેસ્ટીનીઓને બહાર કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી મીડિયા અનુસાર જ્યાં ૧૦ લાખથી વધુ વિસ્થાપિત પેલેસ્ટીની તંબુ અને કામચલાઉ કેમ્પમાં આશ્રય લઈ રહ્યા છે તેવા રફાહમાં આક્રમણ ‘ખૂબ જ ટૂંક સમયમાં જ’ થશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આયોજિત ગ્રાઉન્ડ ઓપરેશનને આગળ ધપાવવાનો નિર્ણય હમાસ દ્વારા યુદ્ધવિરામ સોદા માટેના સૌથી તાજેતરના ઇઝરાયેલ પ્રસ્તાવને નકાર્યા પછી લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ઓફિસ અને ઇઝરાયેલી સૈન્ય પ્રવક્તાની ઓફિસે આ અહેવાલો પર તાત્કાલિક ટિપ્પણી કરી ન હતી. ઇઝરાયેલના સૂત્રોએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, ઇઝરાયેલે આવતા અઠવાડિયામાં રફાહમાંથી પેલેસ્ટીની નાગરિકોને ‘ખાલી’ કરવા માટે હજારો તંબુઓ એકત્ર કર્યા છે. પેલેસ્ટીનીઓએ કહ્યું છે કે, ઓકટોબરમાં ગાઝા પર ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયા બાદથી ઘેરાયેલા ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના બોમ્બમારાથી એક પણ જગ્યા સુરક્ષિત નથી. રફાહ જે અગાઉ ઇઝરાયેલ દ્વારા ‘સલામત ક્ષેત્ર’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું તે યુદ્ધ ફાટી નીકળ્યા પછીથી હવાઈ હુમલાઓથી તબાહ થઈ ગયું છે.
ટેન્ટ સિટી તૈયાર થઈ રહી છે :- સરકારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે રફાહમાંથી બહાર કાઢવામાં આવેલા વિસ્થાપિત પેલેસ્ટીનીઓને ઘર આપવા માટે દરેકમાં ૧૦થી ૧૨ લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતા ૪૦,૦૦૦ તંબુઓ ખરીદ્યા હતા. ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં રફાહથી લગભગ પાંચ કિ.મી. દૂર ખાન યુનિસ શહેરમાં તંબુ બાંધવામાં આવી રહ્યા છે. મેક્સર ટેક્‌નોલોજીની સેટેલાઇટ છબીઓમાં આ અઠવાડિયે ખાન યુનિસની એક સાઇટ પર તંબુઓની કતાર દર્શાવવામાં આવી હતી, જે આ મહિનાની શરૂઆતમાં ત્યાં ન હતી. સમાન છબીઓમાં રફાહની બહારના વિસ્તારમાં તંબુ બાંધવામાં આવ્યા હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. ગાઝામાં કાર્યરત ૧૬૨મી ડિવિઝનના ઇઝરાયેલ કમાન્ડર ઇત્ઝિક કોહેને જણાવ્યું હતું કે, ‘ઉત્તરી સેક્ટરમાં હમાસને જોરદાર ફટકો પડ્યો હતો. તેને પટ્ટીના કેન્દ્રમાં પણ જોરદાર ફટકો પડ્યો હતો અને ટૂંક સમયમાં તેને રફાહમાં પણ જોરદાર ફટકો પડશે.’ તેમણે જણાવ્યું કે, ‘હમાસને ખબર હોવી જોઈએ કે જ્યારે ૈંડ્ઢહ્લ (ઇઝરાયેલી સૈન્ય) રફાહમાં જશે, ત્યારે તે શરણાગતિ માંગવા માટે હાથ ઊંચા કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ત્યારે રફાહ આજની રફાહ નહીં હોય. ત્યાં યુદ્ધાભ્યાસ નહીં હોય અને ત્યાં બંધકો પણ નહીં હોય.’ ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેણે ગાઝા પટ્ટીમાં કામગીરી માટે બે રિઝર્વિસ્ટ બ્રિગેડને એકત્ર કરી છે. ૭ ઓકટોબર પહેલાં રફાહ જે માત્ર ૬૪ ચો.કિ.મી.માં ફેલાયેલું હતું તે ૧૭ વર્ષના ઇઝરાયેલી નાકાબંધીને કારણે ગરીબી અને કઠોર જીવનની પરિસ્થિતિથી પહેલેથી જ ગ્રસ્ત હતું. ત્યારથી ઇઝરાયેલે ઉત્તરી અને મધ્ય ગાઝામાંથી પેલેસ્ટીનીઓને બળજબરીથી દક્ષિણ તરફ બહાર કાઢ્યા પછી, રફાહની વસ્તી થોડા મહિનાઓમાં જ અનેકગણી વધીને લગભગ ૧૫ લાખ થઈ ગઈ છે.

Related posts
International

‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
Read more
International

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
Read more
International

અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

(એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.