Sports

રબાડા આઈસીસી રેન્કિંગમાં ટોચના સ્થાને

દુબઈ, તા.૧૩
દ.આફ્રિકાનો ઝડપી બોલર રખાડાએ આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ૯૦૦ પોઈન્ટનો આંકડો પાર કરીને ફરીથી ટોચનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જ્યારે અશ્વિનને બે સ્થાનનો ફાયદો થયો છે. રબાડાએ ૧પ૦ રન આપી ૧૧ વિકેટ ઝડપી જેનાથી દ.આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે પરાજય આપ્યો. રબાડા ૯૦૦ પોઈન્ટ પાર કરનાર ર૩મો અને દ.આફ્રિકાનો ચોથો બોલર છે. ફિલાન્ડર, પોલોક અને સ્ટેઈન આ સિદ્ધી મેળવી ચૂક્યા છે. ભારતીય ટીમ હાલ ટેસ્ટ મેચ રમી રહી નથી પણ અશ્વિનને બે સ્થાનનો ફાયદો થયો છે. રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને યથાવત છે. બેટિંગની યાદીમાં સ્ટીવ ટોચના જ્યારે વિરાટ કોહલી બીજા સ્થાને છે. ચેતેશ્વર પુજારા છઠ્ઠા સ્થાને છે. હાશમી અમલા એક સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે આવી ગયો છે જ્યારે લુંગી એંગિડી ૧ર સ્થાનના ફાયદા સાથે ૩૭માં સ્થાને છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.