Ahmedabad

રર વર્ષ જૂના ‘ધોતિયા કાંડ’ કેસમાં પ્રવિણ તોગડિયા સહિત ૩૯ને નિર્દોષ છોડાયા

 

અમદાવાદ, તા.૩૦
ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ૧૯૯૬ના સરદાર પટેલ સ્ટેડિયમમાં સર્જાયેલા ધોતિયાકાંડના કેસમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.બી.બારોટે એક મહત્ત્વપૂર્ણ હુકમ મારફતે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા, ભાજપના ધારાસભ્ય બાબુ જમનાપટેલ સહિત ૩૯ આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં સરકાર પક્ષ તરફથી સીઆરપીસીની કલમ-૩૨૧ હેઠળ આ કેસ વીથડ્રો કરવા માટેની અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી આ કેસના તમામ ૩૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ મહત્ત્વપૂર્ણ હુકમ સાથે જ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૨ વર્ષ જૂના ચકચારભર્યા અને રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસનો નિકાલ કર્યો હતો. મેટ્રોપોલીટન કોર્ટના આ હુકમને પગલે ડો.પ્રવિણ તોગડિયા સહિતના આરોપીઓને બહુ મોટી રાહત મળી છે.
ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ૧૯૯૬ના સરદાર પટેલ સ્ટેડિયમમાં સર્જાયેલા ધોતિયાકાંડના કેસની સુનાવણીમાં આજે બાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિતના ૨૦ આરોપીઓ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા, જો કે, વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયા સહિતના કેટલાક આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. દરમ્યાન સરકારી વકીલ વાય.કે.વ્યાસે સીઆરપીસીની કલમ-૩૨૧ મુજબ, આ કેસ વીથડ્રો કરવાની અરજી આપી હતી, જેને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે સરકારપક્ષની આ અરજી ગ્રાહ્ય રાખી ઉપરોકત હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા એવા આ કેસમાં વારંવારની મુદત છતાં આરોપીઓ અદાલત સમક્ષ હાજર નહીં રહેતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેેટ કોર્ટે તા.૪-૧-૨૦૧૮ના રોજ ડો.પ્રવિણ તોગડિયા, બાબુ જમનાદાસ સહિતના કેટલાક આરોપીઓ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. જેને પગલે બીજા દિવસે એટલે કે, તા.૫-૧-૨૦૧૮ના રોજ વિહિપના ડો.પ્રવિણ તોગડિયા, બાબુ જમનાદાસ પટેલ સહિતના નવ આરોપીઓ મેટ્રોપોલીટન કોર્ટમાં રૂબરૂ હાજર થયા હતા. એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.એ.બારોટે આ તમામ આરોપીઓ તરફથી વોરંટ રદ કરવા કરાયેલી વિનંતીને માન્ય રાખી તમામ વિરૂદ્ધના વોરંટ રદ કર્યા હતા અને આ નવ આરોપીઓને રૂા.૧૫ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો અને કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૩૦મી જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી. છેલ્લા ૨૨વર્ષોથી આ કેસ પડતર હતો અને હવે ફરી ચાલવા પર આવતાં તેમાં આજે બહુ મહત્ત્વનું ડેવલપમેન્ટ સામે આવ્યું હતું.
શું હતો ધોતિયા કાંડ કેસ
ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા આ કેસની વિગતો એવી છે કે, શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના વિજય બાદ વિશાળ રેલી યોજાઇ હતી અને બાદમાં તે સરદાર પટેલ સ્ટેડિયમમાં જાહેરસભામાં ફેરવાઇ હતી. આ સમારંભ દરમ્યાન ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ સહિત ભાજપના અન્ય સિનિયર નેતાઓ પર આરોપીઓ દ્વારા હુમલો કરી હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં આત્મારામ પટેલનું ધોતિયુ કાઢી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના ગુજરાતના રાજકારણની સમગ્ર દેશમાં ભારે નિંદા થઇ હતી અને છબી પણ ખરડાઇ હતી. ઉલ્લેખનીય છે કે, જેમના પર હુમલો થયો તે તમામ નેતાઓ શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હતા અને ભાજપમાં બળવો થતાં તેઓ વાઘેલા સાથે મધ્યપ્રદેશના ખજૂરાહો ગયા હતા. જેના કારણે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીક ગણાતા ભાજપના આ જૂથે ખજૂરાહો ગયેલા નેતાઓને બદલો લેવા માટે તેમની પર હુમલો કર્યો હતો. જેમાં ભરી સભા અને જાહેરમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતિયુ કાઢી તેમને માર મારવામાં આવ્યો હતો. ચકચારભર્યા આ પ્રકરણમાં એડવોકેટ જગરૂપસિંહ રાજપૂત ફરિયાદી બન્યા હતા. આ સમગ્ર કેસમાં સૌપ્રથમ ફરિયાદ નારણપુરા પોલીસમથકમાં નોંધાઇ હતી, બાદમાં તેની તપાસ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ કેસમાં અનેક વખત સમન્સ નીકળવા છતાં એક પણ આરોપી હાજર રહ્યા ન હતા, જેની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આખરે તમામ આરોપીઓ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા આ કેસમાં પોલીસે કરેલા ચાર્જશીટમાં હજુ ત્રણ આરોપીઓને ફરાર દર્શાવેલા હતા, જેમાં ડો.એ.કે.પટેલ, નીરવ શાહ અને મંગળદાસ પટેલનો સમાવેશ થતો હતો. હવે કેસ પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.