Ahmedabad

રાજ્યના૧૮૦૦૦ ગામડાની જમીન માપણી કામગીરી પૂર્ણતાના આરે

અમદાવાદ,તા. ૧૯
રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગને લગતી રીસર્વે માપણી એનએ, પ્રોપર્ટી કાર્ડ, હક પત્રની નોંધો, બાકી મહેસુલ, સ્ટેમ્પ ડ્યુટીના બાકી કેસો જેવી દસ જેટલી બાબતોની સમીક્ષા કરવામાં આળી હતી. મંત્રીએ સમીક્ષા બાદ ટુંકાગાળાની અને લાંબાગાળાની સમયાવિધ ધરાવતી કામગીરી નક્કી કરવા અને બાકી કામગીરી માટે સમય મર્યાદા નક્કી કરવા સૂચના આપી હતી. જેમાં મુખ્યત્વે રાજ્યમાં સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરવાના ઐતિહાસિક નિર્ણયનો લાભ લોકોને ઝડપથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં ૫૭૯ સૂચિત સોસાયટી આવેલી છે જેના અંદાજે એક લાખ નાના મકાન માલિકોને લાભ આપતી આ યોજનાના લાંબો સમય મર્યાદામાં મળે તેવા આદેશ મંત્રીએ આપ્યા હતા. આ કોન્ફરન્સમાં મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સહકારથી જમીન રીસર્વે અને મોજણીકામ સફળતાપૂર્વક હાથ ધરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ પ્રોજેક્ટની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થઇ છે. આ કામગીરી દરમિયાન ઉદ્‌ભવેલા ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીની સમય મર્યાદામાં પૂર્ણ કરવા પણ મંત્રીએ ઉપસ્થિત કલેક્ટરોને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં મહેસુલી વહીવટ લોકાભૂમિખ, પારદર્શક, સરળ અને ઝડપી બને તે માટે તંત્ર સંવેદનશીલ બને. મંત્રીએ જણાવ્યું હતું કે, ગામ નમૂના નં. ૬માં બેંક દ્વારા બોજા દાખલ કમીની નોંધ અંગે રાષ્ટ્રીયકૃત બેંકોને જે સત્તા આપવામાં આવી છે તેવી સત્તા મહત્વની સહકારી બેંકોને આપવા વિચારણા કરવી જેથી સહકારી બેંકો મારફતે ધિરાણ લેતા અરજદારોને સરળતા રહે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.