Ahmedabad

રાજ્યના સાક્ષરતા મિશન યોજનાના ભંડોળમાંથી રૂા.૪૬.૧૧ કરોડ વપરાયા જ નથી

અમદાવાદ,તા.૩૦
દેશભરમાં નિરક્ષરતાનો દર ઊંચો જઈ રહ્યો હતો. ત્યારે સાક્ષરતા લાવવા વર્ષ ર૦૦૯માં અમલમાં આવેલા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા ગુજરાતમાં સાક્ષરતા લાવવા માટે આઠ વર્ષમાં ફાળવાયેલી રકમ પૈકી રૂા.૪૬.૧૧ કરોડની રકમ વપરાયા વિના જ પડી રહી, હોવાનું કેગના અહેવાલમાં બહાર આવ્યું છે એટલે ગુજરાતમાં રર વર્ષથી સુશાસનની અને વિકાસની વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં સાક્ષરતા મિશન માટે ફાળવાયેલી રકમ જ વપરાયા વિના પડી રહી તે બાબત જ ઘણુ બધુ કહી જાય છે.
ગુજરાત સરકારની નાણાકીય પરિસ્થિતિ અંગેના કેગના અહેવાલમાં સાક્ષર ભારત સહાય અને તેના હિસાબોની જાળવણીના મુદ્દે નોંધવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સાક્ષરતા મિશન સત્તામંડળી રાજય સાક્ષરતા મિશન સત્તામંડળ ગુજરાતના ૩૩માંથી ૧૩ જિલ્લાઓમાં સાક્ષર ભારત કાર્યક્રમના અમલની દરખાસ્ત વર્ષ ર૦૦૯માં મંજુર કરી હતી. જો કે કાર્યક્રમના ચાર વધારે વિશાળ ઉદ્દેશો હતા કે કાર્યલક્ષી સાક્ષરતા આપવી, અભણને એક જ્ઞાન, સામાન્ય શૈક્ષણિક પધ્ધતિની સાથે સમાનતા મેળવવી, સંબંધિત આવડતનો વિકાસ થાય તેવા કાર્યક્રમ આપવા અને સતત શિક્ષણ માટે તકો પૂરી પાડતી શીખવનારી સોસાયટીને ઉત્તેજન આપવું આવા ઉદ્દેશો હતા. ત્યારે આ સાક્ષરતાના કાર્યક્રમમાં કેન્દ્રએ ૭પ ટકા અને રાજયએ રપ ટકા ના પ્રમાણમાં ખર્ચનો હિસ્સો આપવાનો હતો. યોજના શરૂ થઈ તે વર્ષ ર૦૦૯-૧૦થી વર્ષ ર૦૧૬-૧૭ સુધીમાં રાજય સાક્ષરતા મિશન સત્તામંડળના રેા.૧૧૮.૭૭ કરોડ મળ્યા હતા. જે પૈકી માર્ચ ર૦૧૭ સુધી રૂા.૪૬.૧૧ કરોડનું ભંડોળ વપરાયા વિના જ પડી રહ્યું હતું. જયારે રાજ્ય સાક્ષરતા મિશન સત્તામંડળી યોજના પાછળ માત્ર રૂા.૭ર.૬૩ કરોડ જ વાપર્યા હતા.
એટલે ઓડિટે અવલોકન કર્યું હતું કે રાજય સાક્ષરતા મિશન સત્તામંડળને આઠ વર્ષમાંથી ચાર વર્ષમાં ૭પ ટકા જેટલો ખર્ચ કર્યો ન હોવા છતાં ભંડોળ છુટું કર્યું નહીં. વપરાયા વિનાના રૂા.૪૬.૧૧ કરોડમાં વર્ષ ર૦૦૯-૧૦માં મળેલા રૂા.૧૦.૮ર કરોડ પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો સ્થાપવા માટે ભારત સરકારે ફાળવેલા અનુદાનના હતા. તેમ છતાં વપરાયા વિનાના ભંડોળનો ઉપયોગ અન્ય હેતુ માટે એટલે કે પ્રેરકોને માનદ વેતન ચુકવવા માટે કરવામાં આવ્યો હતો એમ કેગના અહેવાલમાં જણાવાયું છે.