Ahmedabad

રાજ્યના ૧૩૫ તાલુકાની પ્રજાને ખુશખુશાલ કરતા મેઘરાજા : હળવાથી ભારે વરસાદ

અમદાવાદ, તા.૧૦

રાજ્યમાં આજે દિવસ દરમિયાન ૧૩૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ૨.૩ ઈંચ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છની સરખામણીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અડધાથી છ ઈંચ વરસાદ નોંધાતા ખેડૂતો ઝૂમી ઉઠ્યાં છે. ગુજરાતમાં વરસાદનાં શરૂ રહેલા દૌરમાં છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર છ ઈંચ, સંખેડા ચાર ઈંચ, જેતપુર પાવીમાં પોણા ચાર ઈંચ, કવાંટ ત્રણ ઈંચ અને નવસારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા જિલ્લાનાં પાદરામાં સવા પાંચ ઈંચ, વાઘોડિયામાં સવા બે ઈંચ, વડોદરા બે ઈંચ, ડેસરમાં સવા ઈંચ, સાવલીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આણંદ જિલ્લાનાંં તારાપુરમાં સવા ચાર ઈંચ, ખંભાત ચાર ઈંચ, આણંદ ચાર ઈંચ, બોરસદ ત્રણ, ઉમરેઠ સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના તલોદમાં સવા ચાર ઈંચ, હિંમતનગર બે ઈંચ, વિજયનગર બે ઈંચ, ખેડબ્રહ્મા પોણા બે ઈંચ, ઈડરમાં સવા ઈંચ, વડાલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. પાટણ જિલ્લામાં પાટણ ચાર ઈંચ, સિદ્ધપુર સવા ત્રણ ઈંચ, હારીજ સવા બે ઈંચ, સમી બે ઈંચ, ચાણસ્મા સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ચાર ઈંચ, મહેસાણાના ઉંઝા સવા બે ઈંચ, વડનગર બે ઈંચ, મહેસાણામાં પોણા બે ઈંચ, ખેરાલુ દોઢ ઈંચ, વિસનગરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડા, તાપી, સુરત, અરવલ્લી, દાહોદ, અમદાવાદ જિલ્લાઓમાં અડધાથી પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદથી ખેતી પાકોને ફાયદો થતા વર્ષ સારૂ નિવડવાની ધરતીપુત્રોમાં આશા જાગી છે. દરમિયાન આજે સવારના ૬ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ૨.૩ ઈંચ, દાંતામાં ૨.૨ ઈંચ, પાટણના સરસ્વતીમાં ૨.૨ ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં ૧.૯ ઈંચ, સિદ્ધપુરમાં ૧.૬, માણસામાં ૧.૫ અને હિંમતનગરમાં ૧.૪ ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ચાર દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તથા ૧૩મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.