Ahmedabad

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અનેક સ્થળોએ પારો ૪૦ ડિગ્રીને પાર

અમદાવાદ, તા.ર૭
રાજ્યભરમાં ઉનાળો પોતાનો અસલ મિજાજ બતાવતો હોય તેમ કાળ-ઝાળ ગરમી પડવા લાગી છે. સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આવનાર દિવસોમાં તાપમાનનો પારો ૪ર ડિગ્રીને પાર કરી જશે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉનાળો આકરા તાપે છે. સુરજ બરોબરનો તપી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. આજે અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર અને કંડલામાં ૪૦.૮, વડોદરામાં ૪૦.૭, સુરત અને રાજકોટમાં ૪૦.૬, ગાંધીનગર અને આણંદમાં ૪૦.પ તેમજ ભૂજ અને અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. જો કે ગઈકાલની સરખામણીમાં અનેક સ્થળોએ આજે તાપમાનમાં રથી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેને પગલે રસ્તાઓ સૂમસામ ભાસે છે. જ્યારે ગરમી અને લૂથી બચવા તકેદારી રાખવાનું તબીબો સૂચવી રહ્યા છે. જો કે હાલ આ સ્થિતિ છે ત્યારે આવનાર દિવસો આકરી ગરમી સહન કરવાના હશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
અમરેલી ૪૧.૦
સુરેન્દ્રનગર ૪૦.૮
કંડલા ૪૦.૮
વડોદરા ૪૦.૭
સુરત ૪૦.૬
રાજકોટ ૪૦.૬
ગાંધીનગર ૪૦.પ
આણંદ ૪૦.પ
સુરત ૪૦.૪
અમદાવાદ ૪૦.૪

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.