Ahmedabad

રાજ્યમાં અનેક સ્થળોએ ઠંડીમાં થયો વધારો : નલિયામાં તાપમાન ૧ર.૬ ડિગ્રી

અમદાવાદ, તા.૨૮
અમદાવાદ સહિત રાજ્યમાં હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. ખાસ કરીને અમદાવાદમાં તો સવારમાં લોકો ઠંડી અનુભવી રહ્યા છે. આજે નલિયામાં પારો એકાએક ગગડ્યો હતો અને લઘુત્તમ તાપમાન ઘટીને ૧૨.૬ ડિગ્રી થઇ ગયું હતું. અમદાવાદમાં પણ પારો હવે ૨૦થી નીચે પહોંચી ગયો છે. ઠંડી વધવાના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે હિમવર્ષા છેલ્લાં ચાર દિવસથી થઇ રહી છે. મેદાની ભાગોમાં પણ ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આજે અમદાવાદમાં સવારમાં ઓફિસ જતાં લોકો હવે ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરે-ધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યક્ત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. તાપમાનમાં આગામી બે દિવસ દરમિયાન કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી. પરંતુ ઠંડા પવનોના લીધે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ હવે લોકોને થઇ રહ્યો છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા-જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફૂડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૯.૧ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ નલિયામાં તાપમાન ગગડીને ૧૨.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. વાદળછાયુ વાતાવરણ આવતીકાલે પણ યથાવત્‌ રહેવાની શક્યતા છે. ગાંધીનગરમાં આજે ૧૯, વલસાડમાં ૨૦.૬, રાજકોટમાં ૧૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

લઘુતમ તાપમાન
શહેર લઘુત્તમ તાપમાન
સુરત ૨૧.૬
વલસાડ ૨૦.૬
વડોદરા ૨૦
ભાવનગર ૧૯.૭
ડિસા ૧૯.૩
અમદાવાદ ૧૯.૧
ગાંધીનગર ૧૯
રાજકોટ ૧૭
નલિયા ૧૨.૬

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.