Ahmedabad

રાજ્યસભાની ચૂંટણીનું ગણિત પાક્કુ કરવા સીએમ અને ડે.સી.એમ. દિલ્હી જશે

અમદાવાદ, તા.ર૪
૨૮મી ફેબ્રુઆરીએ રાજ્યના સી એમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સી. એમ નીતિન પટેલ દિલ્હી જશે. કોંગ્રેસના ૭ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળ્યા બાદ હવે ભાજપે પણ લોકસભાની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. સીએમ સવારે તો ડેપ્યુટી સીએમ બપોર પછી દિલ્હી જશે. લોકસભા અને વિધાનસભા ઇલેકશન એક સાથે થઈ શકે છે કેમ તેને લઈને પીએમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા થશે. દિલ્હીમાં નવા બીજેપી કાર્યાલયમાં પીએમ સાથે બેઠક થઈ શકે છે. ૨૦૧૯ને લઈને અત્યારથી જ બીજેપી શાસિત રાજ્યોમાં લોકસભા ઇલેકશનને લઈને તૈયારીઓ ઉપર ચર્ચા થશે. કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનું વધુ પ્રચાર કઇ રીતે થઈ શકે તે માટે રણનીતિ બનાવાય તેવી શક્યતા છે. રાજ્યમાં પાણી, દલિતો અને બેરોજગારી એ સૌથી મોટા પ્રશ્નો છે. પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં અગાઉ કરતાં સ્થિતિ ખરાબ થઈ છે.
પીએમ સાથેની બેઠકમાં આગામી ચૂંટણી સંદર્ભ અને રાજ્યની હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ઓછી બેઠકને પગલે એક સીટ કપાય તેવી સંભાવનાને પગલે આ અંગેની પણ ચર્ચા થઈ શકે છે. અરૂણ જેટલીને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલાય તેવી પણ તૈયારીઓ કરાઈ રહી છે. મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા, અરૂણ જેટલી અને શંકરવેગડની ટર્મ પુરૂ થઈ રહી છે. આ ચારમાં ત્રણ કેન્દ્રમાં મંત્રી હોવાથી શંકર વેગડનું પત્તું કપાઈ શકે છે. શંકર વેગડએ કોળી સમાજમાંથી આવતા હોવાથી આ અંગે વિવાદ વકરે તે માટે ભાજપ પણ મૂંઝવણમાં છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.