Ahmedabad

રાજ્ય સરકાર દરેક તાલુકામાં સરકારી કોલેજ બનાવશે

ગાંધીનગર, તા.પ
રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પાટણ અને અમદાવાદ જિલ્લામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજો સંદર્ભના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક તાલુકામાં સરકારી કોલેજ કાર્યરત થાય તે માટે રાજ્ય સરકારે ખાસ ભાર મૂક્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નવનિર્મિત એવા બિનઆદિવાસી એવા ૧૪ અને ૪ આદિવાસી મળી આવા ૧૮ તાલુકામાં સરકારી કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ત્યારબાદ જે તે તાલુકામાં જરૂરિયાત મુજબની વધારાની કોલેજ શરૂ કરવા રાજ્ય સરકાર વિચારણા કરશે એમ પણ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રી ચુડાસમાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે જે તે તાલુકામાં કોલેજોની મંજૂરી મળતા જે તે શાળાનું સુવિધાપૂર્ણ મકાન હોય ત્યાં કોલેજ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ જમીન મેળવી કોલેજ માટે મકાન બાંધવાની કામગીરી હાથ ધરાય છે. આમ મંજૂરી મળતા જ કોલેજ શરૂ કરવામાં આવે છે. પાટણની કોલેજ માટે જમીન મળતા જ કોલેજના નવા મકાન સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.