International

રાષ્ટ્રપતિ તરીકે મારી પ્રથમ પ્રાથમિકતા દેશનું નેતૃત્વ કરવાની હશે : બાઈડેન

રાષ્ટ્રપતિપદ સંભાળવાના પ્રથમ દિવસથી જ કોરોનાને અંકુશમાં લેવાની યોજના અમલમાં મુકીશ, ભાગલાવાદી અને નફરત ફેલાવનારાઓની વાતો બાજુમાં મુકીને આગળ વધવાનો સમય છે, આપણે બધાને સાથે રાખીને એકજૂટ થવાનો સમય છે : બાઈડેને રાષ્ટ્રપતિની સ્ટાઇલમાં સંબોધન કર્યું

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૭
અત્યંત કડવાટભરી અમેરિકી ચૂંટણી બાદ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન જીતની નજીક આવીને ઊભા છે. તેમના વિજય પર સત્તાવાર રીતે મહોર લાગી ગઇ છે અને નક્કી જીત જોતાં બાઈડેને શુક્રવારે પોતાના ગૃહનગર વિલમિંગ્ટનમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરીકે તેમની પ્રથમ પ્રાથમિકતા સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવાની હશે. બાઈડેને જનતા પાસે ભાગલાના બીજ નાખનારી વાતોને પાછળ છોડવા માટે આહવાન કર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જીતનો દાવો નહીં કરવાની ચેતવણી વચ્ચે બાઈડેને આ પ્રતિક્રિયા આપી છે. બાઈડેને શુક્રવારે રાતે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખની જેમ સંબોધન કર્યું હતું. તેમણે કોરોના મહામારીને પહોંચી વળવાને પ્રથમ પ્રાથમિકતા ગણાવી હતું. શુક્રવારે અમેરિકામાં વિશ્વ રેકોર્ડ ૧.૨૭ લાખ નવા કેસો બહાર આવ્યા હતા. બાઈડેને પોસ્ટલ બેલેટની મતગણતરી બાદ પેન્સિલવેનિયા, જ્યોર્જિયા જેવા રિપબ્લિકન પાર્ટીના ગઢમાં ડેમોક્રેટની નિર્ણાયક સરસાઇ મેળવી લીધી હતી. આના કારણે ટ્રમ્પનો ફરીવાર રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ વધુ કઠિન થઇ ગયો છે. બાઈડેને ફરીવાર કહ્યું હતું કે, તેઓ પ્રત્યેક મતોની ગણતરી પૂરી થઇ જવા સુધીરાષ્ટ્રપતિની ચૂંટણીના સત્તાવાર પરિણામની રાહ જોશે. નોમિનેટેડ ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના સેનેટર કમલા હેરિસ પણ ડેલવેર પ્રાંતમાં બાઈડેન સાથે જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, આપણે ગુસ્સા અને આક્રોશને પાછળ છોડવું પડશે. આ સમયે સમગ્ર દેશે એકજૂટ થવું પડશે અને ઘા પર મલમ લગાવતા બધાને સાથે લઇને ચાલવું પડશે. મારી પ્રથમ જવાબદારી દેશનું પ્રતિનિધિત્વ કરવાની હશે. બાઈડેને કહ્યું કે, તેઓ અને કમલા હેરિસ કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને લઇ પહેલાથી જ તમામ નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા કરી ચૂક્યા છે. કોરોનાને કારણે અમેરિકામાં ૨.૩૦ લાખથી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. બાઈડેન અનુસાર તેઓ પહેલા દિવસથી જ તમામ જાણકારી મેળવવાની સાથે જ વાયરસ પર નિયંત્રણની પોતાની કાર્યયોજનાઓ તૈયાર રાખવા માગે છે. બાઈડેન અનુસાર તેઓ શુક્રવાર રાત સુધી ૫૩૮માંથી ૨૬૪ ઇલેક્ટોરલ કોલેજ વોટ મેળવી ચૂક્યા છે અને હવે જીત માટે માત્ર છ ઇલેક્ટોરલ કોલેજ વોટની જરૂર છે. પેન્સિલવેનિયા, એરિઝોના, નેવાડા અને જ્યોર્જિયામાં છેલ્લા ૨૪ કલાકમાં મતગણતરીમાં મળેલી સરસાઇમાં તેમણે કહ્યું કે, તેઓ ૩૦૦થી વધુ ઇલેક્ટોપર કોલેજ વોટ મેળવવાના માર્ગે છે. બીજી તરફ ટ્રમ્પે પોતાની હાર હજુ સ્વીકારી નથી અને તેઓ કહી રહ્યા છે કે, ડેમોક્રેટના પ્રતિસ્પર્ધીઓએ જીતનો ખોટો દાવો કરવો ના જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સઉદી અરેબિયાએ ભાવિ રણ શહેર નેઓમયોજનાઓ, વિઝન ૨૦૩૦ને પાછી ખેંચી

  (એજન્સી) રિયાધ, તા.૧૨સઉદી અરેબિયાએ…
  Read more
  International

  ઇજિપ્ત, જોર્ડન, ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરી

  (એજન્સી) અમ્માન, તા.૧૨જોર્ડન, ઇજિપ્ત…
  Read more
  International

  ઈદની રજાના બીજા દિવસે ગાઝામાં તાજાઈઝરાયેલ હુમલામાં ૧૦ લોકોનાં મોત

  (એજન્સી) તા.૧રસ્થાનિક તબીબી સૂત્રોના…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.