National

રીપબ્લિકનો એકેએક બેલેટને ચેલેન્જ કરવા મક્કમ હોવાથી વિશ્વને ફરી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ બને તેવી સંભાવના

 

(એજન્સી) તા.૪
અમેરિકાના પ્રમુખો ઇલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટાય છે અને આ સિસ્ટમમાં રાજ્યોને તેમની વસ્તીના આધારે ઇલેક્ટોરલ વોટ્‌સ ફાળવવામાં આવે છે અને ત્યાર બાદ રાજ્યમાં પોપ્યુલર વોટના વિજેતાને ઉચક વોટ આપવામાં આવે છે અને જીતવા માટે હાલ ૨૭૦ ઇલેક્ટોરલ વોટ્‌સની જરુર રહે છે. આ પરિસ્થિતિ નિરીક્ષકો માટે ચિંતાજનક છે. અમેરિકામાં ૨૪૦ મિલિયન પાત્ર મતદારો છે અને આ વખતે ૧, નવે. સુધીમાં ૯૧ મિલિયન અમેરિકનોએ વોટ આપી દીધાં છે. સર્વે દ્વારા એવું જાહેર થયું છે કે ૬૦ ટકા ડેમોક્રેટ પોસ્ટલ બેલેટ દ્વારા વોટ આપવાનું પસંદ કરે છે જ્યારે તેની સામે માત્ર ૨૫ ટકા જ આવું કરવા માગે છે. વોટીંગ બોક્સ અને મશીન શરુઆતમાં કદાચ ટ્રમ્પને લીડ આપશે પરંતુ પોસ્ટલ બેલેટની ગણતરી થતાં તેમની લીડ ભૂંસાઇ જશે. એમાંય ખાસ કરીને ટેક્સાસ, જ્યોર્જીયા અને ફ્લોરીડા જેવા રાજ્યોમાં પરિણામો રસપ્રદ હશે.
૨૦૧૬માં આ રાજ્યોએ ટ્રમ્પની તરફેણ કરી હતી. ટ્રમ્પના કાર્યકરો પ્રત્યેક બેલોટની ચકાસણી કરશે અને ઘણા બેલોટ સામે પડકાર ફેંકશે. એક અંદાજ અનુસાર ૧.૩ ટકા પોસ્ટલ બેલેટ વિવિધ ટેકનિકલ ખામીને કારણે રીજેક્ટ કરવામાં આવે છે. આનો અર્થ એવો થયો કે ૧૧૦૦૦૦ પોસ્ટલ બેલોટ રીજેક્ટ થઇ શકે છે. પોસ્ટલ બેલોટમાં એવી ઘણી ખામીઓ હશે જેની સામે ટ્રમ્પના વકીલો વાંધો ઉઠાવશે. જેમ કે મતદાર અલગ એડ્રેસ આપે અથવા પોતાના નામનું અલગ વર્ઝન જેમ કે જોસેફ માટે જો અને રિચાર્ડ માટે રીચી લખે અને સહીમાં પણ જો ફેર પડશે તો આવા કારણોસર બેલોટ રીજેક્ટ થઇ શકે છે અથવા વિવાદ ઊભો થઇ શકે છે.
આમ રીપબ્લિકનો એકેએક પોસ્ટલ બેલેટની સઘન ચકાસણી કરીને તેને પડકારવાના હોવાથી વિશ્વને કદાચ ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સ્વીકારવા પડશે. ટ્રમ્પના સેંકડો વકીલો અને રીપબ્લિકનના કાર્યકરો ફરી વળ્યાં છે અને ચૂંટણી પ્રક્રિયા બેલોટ સામે ઊભા થનારા પડકારને લીધે ધીમી પડી શકે છે અને તેના કારણે ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે જાહેર થવામાં પણ વિલંબ થઇ શકે છે. મામલો કોર્ટમાં પહોંચશે અને સુપ્રીમ કોર્ટનો આખરી નિર્ણય બંધનકર્તા રહેશે. પરંતુ જો નિર્ણય ટ્રમ્પની તરફેણમાં આવશે તો ફરીથી વિશ્વને ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ તરીકે ચલાવી લેવા પડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.