સુરત, તા.૧૯
સુરત જિલ્લાના તાલુકાના રૂપણ ગામના આશ્રમ ફળિયા ખાતે વનાભાઈ માધુભાઈ રાઠોડ રહે છે. વનાભાઈનો એક પુત્ર છે. જેનું નામ રમેશભાઈ છે. રમેશભાઈએ વનાભાઈ દ્વારા પાળવામાં આવેલા બકરા, જમીન અને ઘરમાં અડધો ભાગ આપવાની માંગણી કરી પિતા વનાભાઈ પર લાકડા સપાટા વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત ઈસમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પિતાએ પુત્ર વિરૂદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.