નવી દિલ્હી, તા.૧૫
ભારતના વિખ્યાત ભાલા ફેંક બહારથી નીરજ ચોપરા ડાયમંડ ટ્રોફીમાં ઇતિહાસ રચવાથી સહેજમાં ચૂકી ગયો હતો અને માત્ર ૧ ષ્ઠદ્બના અંતરથી એ ચંદ્રક અને ટ્રોફી મેળવવાથી વંચિત રહી ગયો હતો જેનાથી નીરજ ચોપરા ઉપરાંત તેના લાખો ચાહકોને જબરો આંચકો લાગ્યો હતો.
ડાયમંડ ટ્રોફીના ફાઇનલમાં પહોંચેલા નીરજનો ત્રીજા પ્રયાસે ૮૭.૮૬ મીટર સુધી ભાલો પહોંચ્યો હતો જેના કારણે તેને માત્ર ૧ ષ્ઠદ્બ માટે બીજા સ્થાને રહેવું પડ્યું હતું. આ રીતે નસીબે સાથ આપ્યો ન હતો. જોકે ફાઇનલમાં પહોંચીને નીરજ ચોપડાએ સતત બીજા વર્ષે પણ સર્વોત્તમ અને શ્રેષ્ઠ દેખાવની ચમક જાળવી રાખી હતી પણ ચંદ્રકથી દૂર રહ્યો હતો. ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ પ્રથમ વિસ્તારને રહ્યો હતો અને તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ ૮૭.૮૭ મીટર જેટલું અંતર સાધેલું હતું આથી એ ટ્રોફી જીતી ગયો હતો જ્યારે ત્રીજા સ્થાને જર્મનીનો જ્વેલિન ખેલાડી જુલીયન વેબર રહ્યો હતો તેણે ૮૫.૯૭ મીટર અંતર સુધી જ્વેલિનનો થ્રો કર્યો હતો. ડાયમંડ ટ્રોફીનો ફાઇનલ બેલ્જિયમના બ્રસ સેલ્સ શહેરમાં એલીયાન્સ મેમોરિયલ ડેમ ખાતે રમાયો હતો જેમાં નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં ૮૬.૮૨ મીટર અંતર કાપ્યું હતું અને બીજા પ્રયાસમાં ૮૩.૪૯ મીટર સુધી જ જવેલિંગ ફેંકી શક્યો હતો પણ ત્રીજા પ્રયાસમાં તેણે સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને ૮૭.૮૬ મીટરના અંતર સુધી ભાલો પહોંચાડ્યો હતો પરંતુ ચોથા પ્રયાસમાં ૮૨.૦૪ મીટર અને પાંચમાં પ્રયાસમાં ૮૩.૩૦ મીટર સુધી જ ભાલો ફેંકી શક્યો હતો. છેલ્લા પ્રયાસમાં નીરજે પૂરી તાકાત લગાડી દીધા છતાં તે એન્ડરસનથી આગળ નીકળી શક્યો નહોતો અને છેલ્લા પ્રયાસમાં ૮૬.૪૬ મીટરનું અંતર જ પ્રાપ્ત કરી શક્યો હતો. ૨૦૨૨માં ડાયમંડ લીગમાં નીરજ ચેમ્પિયન બન્યો હતો પણ આ વખતે ૮૭.૮૭ મીટરનું અંતર કાપીને ગ્રેનેડાનો એન્ડરસન ચેમ્પિયન બન્યો હતો.