(એજન્સી) તા.૧૧
૨૮ વર્ષીય રોહિત વેમુલા જે હૈદરાબાદ યુનિવર્સિટીમાં પી.એચ.ડી.નો વિદ્યાર્થી હતો. જેમણે આત્મહત્યા કરી હતી. તેમની માતા રાધિકા વેમુલાએ પોતાનો ધર્મ પરિવર્તન કર્યું છે અને બોદ્ધ ધર્મ સ્વીકાર કર્યો છે. રોહિત વેમુલાએ પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી. તેમને ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. એ કટ્ટરવાદી વિદ્યાર્થી સંગઠન એબીવીપી સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો. કેમ્પસમાં તેમને ટેન્ટમાં સુવાની ફરજ પણ પાડવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આમ્બેડકર વિદ્યાર્થી એસોસિએશને ઓગસ્ટ ૨૦૧૫માં યાકૂબ મેમણની ફાંસીનો વિરોધ કરી પ્રદર્શન કર્યા હતા. તેની વિરૂદ્ધ એબીવીપીએ વિરોધ કરતા યુનિવર્સિટી કેમ્પસમાં ઘર્ષણ પેદા થયો હતો. રોહિત આંબેડકર વિદ્યાર્થી એસોસિએશન સાથે સંબંધ ધરાવતો હતો.