International

ર૦૧૮ના વર્ષમાં અમેરિકામાં ચારમાંથી ત્રણ એચ-૧બી વીઝાધારકો ભારતીય : રિપોર્ટ

(એજન્સી) ન્યૂયોર્ક, તા.ર૦
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે જણાવ્યું છે કે ઓક્ટોબર પ ર૦૧૮ સુધીમાં અમેરિકામાં એચ-૧બી વિઝા પર કામ કરનાર વિદેશી નાગરિકોની સંખ્યા ૪,૧૯,૬૩૭ હતી. જેમાં ૩,૦૯,૯૮૬ ભારતીયો હતા. એચ-૧બી વિઝા હોલ્ડરોની કુલ સંખ્યામાં ચારમાંથી ત્રણ ભારતીયો છે. જ્યારે એચ-૧બી વિઝા ધારકોમાં દર ૪માંથી ૧ મહિલા છે. કુલ એચ-૧બી વિઝાધારકોમાં ૧,૦૬,૦૯૬ (રપ.૩) ટકા મહિલાઓ છે. જ્યારે ૩,૧૧,૯૯૭ (૭૪.૩ ટકા) પુરૂષો છે. ભારતીયોમાં જાતીય અસમાનતા વધતી જાય છે. ઓક્ટોબર સુધીમાં ૩,૦૯,૯૮૬ એચ-૧બી ભારતીય વિઝા ધારકોમાં માત્ર ૬૩,રર૦ એટલે કે ર૦.૪ ટકા મહિલાઓ હતી. જ્યારે ર,૪પ,પ૧૭ ભારતીય એચ-૧બી વિઝા ધારક પુરૂષો હતા. જે ૮૦ ટકા છે. ઓછામાં ઓછા ૧ર૪૯ ભારતીય એચ-૧બી વિઝા ધારકો ગુમ થયેલાઓની કેટેગરીમાં મૂકાયા છે. અમેરિકાના કુલ એચ-૧બી વિઝા ધારકોમાં ૭૩ ટકા ભારતીયો છે. ૧૧.ર ટકા એચ-૧બી વિઝા પર અમેરિકામાં કામ કરે છે. જેમાં ચીની લોકોની સંખ્યા ૪૭,૧૭ર છે પરંતુ ચીનના એચ-૧બી વિઝા ધારકોમાં પુરૂષ-મહિલાઓ વચ્ચે ફર્ક નથી. કુલ ર૧,૩૪ર એટલે કે ૪પ.ર ટકા મહિલા અને રપ,૭૧૮ (પ૪.૮) ટકા પુરૂષો એચ-૧બી વિઝા ધારકો છે. કેનેડા અને દ.કોરિયાના એચ-૧બી વિઝા ધારકોની સંખ્યા માત્ર ૧.૧ ટકા છે. તે સિવાયના તમામ દેશોની એચ-૧બી વિઝાધારકોની સંખ્યા ૧ ટકાથી ઓછી છે. ફિલિપાઈન્સ એચ-૧બી વિઝા ધારકોની ટોપટેનની યાદીમાં છે. જ્યાં ૧૭૧ર (પર.૭) ટકા એચ-૧બી વિઝા ધારકો મહિલા છે. જ્યારે ૧પ૧૯ (૪૬.૭) ટકા પુરૂષો છે. કુલ ૩રપ૦ ફિલિપાઈન્સના વિઝાધારકો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એચ-૧બી વિઝા વધુ કડક બનાવવાની જાહેરાત કરી છે. અમેરિકામાં શ્રેષ્ઠ લોકોને પ્રવેશ અપાશે. ઈમિગ્રેશન વિભાગ વિદેશી વિદ્યાર્થીઓ માટે પ્રિ-રજિસ્ટ્રેશન સિસ્ટમ લાવી રહી છે. જેમાં ૮પ હજાર આવા વિદ્યાર્થીઓ એચ-૧બી વિઝામાં સફળ થાય તો વધુ વિદેશી અરજીઓ સ્વીકારાશે નહીં.