National

લાલુ યાદવને બળજબરીથી ટ્રેનમાં લઈ જવાયા : ખફા રાજદ, અડવાણીને અપાયેલ સગવડ યાદ કરાવી

(એજન્સી) પટના, તા.૩૦
રાજદ નેતા લાલુયાદવને વિમાનના બદલે ટ્રેનમાં રાંચીથી દિલ્હી લઈ જવાની ઘટના અંગે ભારે હોબાળો થયો છે. રાંચી જેલમાં સજા કાપી રહેલા લાલુયાદવને દિલ્હી ખાતે એમ્સમાં સારવાર માટે ટ્રેનમાં લઈ જવાયા હતા. ૧૬ કલાકની મુસાફરી બાદ લાલુયાદવ દિલ્હી પહોંચ્યા હતા. જેની વ્યાપક ટીકાઓ થઈ હતી. ઝારખંડના મંત્રી અને ભાજપના નેતા સરપુ રોયે કહ્યું કે, સરકાર દ્વારા લાલુયાદવને વિમાની સફરની મંજૂરી નહીં આપવાના નિર્ણય સાથે તેઓ સંમત નથી. સરપુ રોય ઘાસચારા કેસના ફરિયાદી રહ્યા છે. સરપુ રોયે કહ્યું કે લાલુયાદવની વિમાનની મુસાફરીને તેમના નબળા સ્વાસ્થ્યને જોતા મંજૂરી આપવાની જરૂર હતી. લાલુયાદવને રાજધાની એકપ્રેસ ટ્રેનમાં દિલ્હી લવાયા હતા. ઝારખંડ ભાજપના નેતાએ આ ઘટનાને સત્તાનો અહમ બતાવ્યો હતો. વિવિધ રોગોથી પીડાઈ રહેલા લાલુયાદવને ડૉક્ટરોએ એમ્સમાં સારવાર માટે ખસેડવાની સલાહ આપી હતી. રાજદ નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે ભાજપને આજે શું થયું છે ? શા માટે સત્તાનો અહંકાર થયો છે. ભાજપના નેતાઓની આ મુદ્દે મૌન આશ્ચર્યજનક છે. જ્યારે ૧૯૯૦માં અડવાણીજીની બિહારમાં ધરપકડ કરાઈ ત્યારે તેમને હેલિકોપ્ટર સેવાઓ અપાઈ હતી. તે સમયે લાલુયાદવ મુખ્યમંત્રી હતા. તેમણે સરકારી હેલિકોપ્ટર અડવાણીના પરિવારજનોને પૂરું પાડયું હતું. ટ્રેનની સફર દરમિયાન લાલુયાદવના હજારો ચાહકોએ રાંચીથી દિલ્હી સુધી તેમને આવકાર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.