National

લાલુ યાદવ, ઘાસચારા બાબત નિષ્ણાંત જેલમાં પશુઓને સારી રીતે સાચવી શકશે : સીબીઆઈ જજની ટિપ્પણી

(એજન્સી) રાંચી, તા.૮
રાંચી કોર્ટના જવે લાલુપ્રસાદ યાદવ અને અન્ય ૧૬ આરોપીઓને સજા સંભળાવાતા કહ્યું કે એમને ઘાસચારા બાબતે વધુ જ્ઞાન છે જેથી એ પશુઓને સારી રીતે સાચવી શકશે. એ ધ્યાનમાં રાખી એમને ખુલ્લી જેલમાં રાખવા સૂચન કર્યું હતું. લાલુયાદવના વકીલે દલીલ કરી હતી કે લાલુની બીમારીને ધ્યાનમાં લઈ સજા ઓછી કરવી જોઈએ. બિરસા મુંડા જેલમાં સુવિધાનો અભાવ હોવાથી લાલુની તબિયત બગડવાની શક્યતા છે. અન્ય એક આરોપીએ સજા ઓછી કરવાના કારણો બાબત જણાવ્યું કે એ કુટુંબ સાથે વધુ સમય વિતાવવા ઈચ્છે છે જેથી સજામાં ઘટાડો કરવામાં આવે. જજ શિવપાલસિંહે સજા જાહેર કરતા કહ્યું હતું દોષી ઠરાવેલ આરોપીઓ પશુઓને ઘાસચારો પૂરો પાડવામાં નિપુણતા ધરાવે છે. એ ઉપરાંત અમુક આરોપીઓ તો પશુઓના ડૉક્ટર પણ છે એ માટે બધા આરોપીને રાજ્ય સરકારની હઝારીબાગ ખાતેની ખુલ્લી જેલમાં રાખવામાં આવે. ખુલ્લી જેલનું વાતાવરણ પણ એમને અનુકૂળ થશે કારણ કે એ લોકો વધુ વય અને બીમારી ધરાવે છે જેથી એ લોકો સરળતાથી પોતાનો જેલનું સમય પૂર્ણ કરી શકશે એ સાથે ડેરી ઉદ્યોગને પણ મદદરૂપ થશે. ખુલ્લી જેલની શરૂઆત ર૦૧૩ના વર્ષથી કરાઈ છે. આ જેલમાં ૧૦૦ નાનકડી ઓરડીઓ છે જે બધામાં રસોડુ અને બાથરૂમ પણ છે. લાલુ યાદવ પોતાના ઘરે પટણામાં ડઝનથી વધુ ગાયો પાળવાનો દાવો કરે છે એ ઉપરાંત એ ગૌશાળા પણ ચલાવે છે જ્યાં પ૦થી વધુ ગાયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.