Site icon Gujarat Today

લાસ વેગાસમાં ૫૯નાં મોત અને સેંકડો ઘાયલ થયા બાદ, હુમલાના ઈરાદા વિશે પોલીસ હજુ પણ અંધારામાં

(એજન્સી) લાસ વેગાસ, તા. ૩
લાસ વેગાસ હુમલામાં મૃત્યાંક વધીને ૫૯ થયો છે.ગંભીર રીતે ઘાયલ વધુ એક શખ્સનુ મોત થયું. અમેરિકીન ઈતિહાસમા અત્યાર સુધીના સૌથી મોટી ગોળીબારમાં ૫૯ લોકો માર્યાં ગયા જ્યારે સેંકડોની સંખ્યામા ઘાયલ થયાં હતા. હુમલાના હેતુ વિશે પોલીસ હજુ પણ અંધારામાં છે. કાયદાનું પાલન કરાવતી એજન્સીઓએ એવું કહ્યું કે ૬૪ વર્ષીય સ્ટીફન પૈડાકેને શા માટે આટલી મોટી સંખ્યામાં હત્યા કરવી પડી તે પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ અધિકારીઓએ એવું પણ કહ્યું કે પોલીસ પાસે રહેલા રેકોર્ડ દર્શાવે છે કે પેડોક કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતો નથી. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી પરંતુ લાસ વેગાસના એફબીઆઈ એજન્ટ ઈન ચાર્જે એવું કહ્યું કે હજુ સુધી તપાશનીસ અધિકારીઓને એવી કોઈ કડી નથી કે જેને આધારે એવું કહી શકાય કે આ હુમલાનું આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથે કોઈ જોડાણ છે. ઉલ્લેખનીય છે કે કેસિનોમાં થયેલા ઘાતકી હુમલાની જવાબદારી સ્વીકારતાં આતંકવાદી સંગઠન આઈએસે એવું કહ્યું કે હુમલાખોર અમારી ખિલાફતનો સૈનિક હતો. પોલીસે કહ્યું કે આરોપી ઘણા દિવસોથી હોટલમાં રહેતો હતો અને તેથી કોઈ શંકા પડતી નહોતી. આરોપી તેની સાથે ૧૭ ગન લઈને આવ્યો હતો. હુમલો કરવા માટે તેણે વાપરેલા એક હથિયાર એકે ૪૭ પ્રકારની રાઈફલ જેવું હતું. લાસ વેગાસ પોલીસ વડા જોસેફ લોમ્બાર્ડોએ કહ્યું કે હું સ્ટીફન પૈડોકની માનસિક સ્થિતિની વિગતોમા પડવા માંગતો નથી.

Exit mobile version