National

લોકડાઉન દરમિયાન સંપૂર્ણ વેતનની ચૂકવણી નહીં કરવા માટે ખાનગી કંપનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યોને કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર અને રાજ્યોને આદેશ આપ્યો છે કે, તેઓ ખાનગી કંપનીઓ જે કોરોના વાયરસ-પ્રેરિત લોકડાઉનની અવધિ દરમિયાન તેમના કર્મચારીઓને સંપૂર્ણ વેતન ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે એમની સામે જુલાઈના અંત સુધીમાં કોઈ કડક પગલા ન લે.
ન્યાયાધીશ અશોક ભૂષણ, સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું કે, ઉદ્યોગો અને કર્મચારીઓને એકબીજાની જરૂર છે અને તેઓએ વેતનની ચૂકવણીના મુદ્દે સમાધાન પર પહોંચવા માટે સાથે બેસવું જોઈએ.
આ મામલે આદેશ આપતા ખંડપીઠે રાજ્ય સરકારોને આ પ્રકારની સમાધાન પ્રક્રિયા સરળ બનાવવા અને સંબંધિત મજૂર કમિશનરો સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ગૃહમંત્રાલયના ૨૯ માર્ચના પરિપત્રની કાયદેસરના સંદર્ભે ચાર અઠવાડિયામાં એક વધારાનું સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું, જેમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન સંપૂર્ણ વેતન ચૂકવવાનું કંપનીઓ દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું હતું.
ખંડપીઠે જુદી-જુદી કંપનીઓ દ્વારા ૨૯ માર્ચના પરિપત્ર સામે દાખલ કરેલી અરજીઓની વધુ સુનાવણી જુલાઈના છેલ્લા અઠવાડિયા સુધી મુલતવી રાખી હતી.
સુપ્રીમ કોર્ટે સમાધાન પ્રક્રિયાને સરળ બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને મજૂર વિભાગ દ્વારા તેના આદેશનો પ્રસાર કરવા જણાવ્યું હતું.
ગૃહમંત્રાલયે તેના ૨૯ માર્ચના પરિપત્રમાં, તમામ ઉદ્યોગો અને કંપનીઓને કહ્યું હતું કે, તેઓ કોવિડ-૧૯ના લીધે કરાયેલ લોકડાઉન દરમિયાન તેમના કામદારોને સંપૂર્ણ વેતનની ચૂકવણી કરે.
સેક્રેટરી એ રાજ્યોના મુખ્ય સચિવોને પણ જણાવ્યું હતું કે, તેઓ રોગચાળાની પડકારજનક પરિસ્થિતિ વચ્ચે કર્મચારીઓને તેમની નોકરીથી છૂટા ન કરવા અથવા તેમના પગારો નહીં ઘટાડવાની સલાહ આપશે.
કેન્દ્રની તરફેણમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે અગાઉ કોર્ટને કહ્યું હતું કે, લોકડાઉન પછી લોકો સ્થળાંતર કરી રહ્યા હતા, તેથી સરકારને જાહેરનામું બહાર પડવાની જરૂર ઊભી થઈ હતી જેથી કામદારો કામના સ્થળો છોડી નહીં જાય.

લોનનાં હપ્તા માફ ના કરી શકો તો વ્યાજ તો માફ કરો : સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૨
લોન મોરેટોરિયમ સ્કીમ અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે રિઝર્વ બેંકે છ મહિના લોન માફી આપી છે તેમાં વ્યાજ સંપૂર્ણ માફ નહિ પણ વ્યાજ ઉપર વ્યાજ હોવું જોઈએ નહિ. હવે આ બાદ કોર્ટ બુધવારે વધુ સુનાવણી કરશે. આમ સુપ્રીમે રાહત આપવા માટે લોનના હપ્તા નહીં તો વ્યાજમાફી આપવાની સૂચના આપી છે. બીજી તરફ સરકાર રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયની ત્રણ દિવસમાં બેઠક યોજશે જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનધારકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે માર્ચમા ૧લી માર્ચથી ૩૧મી મે, ૨૦૨૦ સુધી તમામ લોનના હપ્તાની ચૂકવણીમાં રાહત આપી હતી. ત્યારબાદ ફરી તેને લંબાવીને રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમને વધુ ૩ મહિના માટેનો સમયગાળો અપાયો હતો. હવે લોનધારકોએ ઇએમઆઇ ચૂકવવા માટે વધુ ત્રણ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી રાહત મળી છે.જોકે લોનના હપ્તા ચૂકવવા માટે રાહત અપાઈ છે પરંતુ તેનું વ્યાજ ચૂકવવું તો ફરજીયાત જ છે. આ ઉપરાંત બેંકોએ પણ તેમની બેલેન્સશીટ સંભળાવવા માટે વ્યાજ પર વ્યાજ વસૂલવામાં આવશે તેમ કહ્યું છે. માર્ચ ૩૧ના રોજ કુલ રૂ.૮.૪૫ લાખનું ધિરાણ ધરાવતી આઈસીઆઈસીઆઈ બેંકને હપ્તા અને વ્યાજ મુક્તિ માટે ભારે અરજીઓ આવી છે. બેન્કે ગત શુકવારે પરિણામ જાહેર કર્યા હતા ત્યારે જણાવ્યું હતું કે લગભગ કુલ ધિરાણના ૩૦ ટકા માટે આવી અરજીઓ આવી છે જે કુલ ગ્રાહકોના ૩૨ ટકા છે. આવા ગ્રાહકો રીટેલ અને કોર્પોરેટ બન્ને ક્ષેત્રમાંથી જોવા મળી રહ્યા છે એમ બેન્કે જણાવ્યું હતું. બેન્કે મોરેટોરિયમ માટેની લોન સામે રૂા.૨૭૨૫ કરોડની જોગવાઈ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.