Ahmedabad

લોકડાઉન બાદ વિવિધ ઓફિસોમાં વ્યક્તિને જંતુમુક્ત કરવાની ચેમ્બર લોકોનું સ્વાગત કરી શકે છે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૦
ભારત સરકાર દેશમાંથી લોકડાઉન ઉઠાવી લે તે પછી વિવિધ ઓફિસમાં કર્મચારીઓને જંતુ મુક્ત કરવા માટેની એક ચેમ્બર જોવા મળી શકે છે. જેમાં કર્મચારીઓને જંતુનાશક દવાઓના ધુમાડાથી જંતુ મુક્ત કરાશે. કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય આ પ્રકારની કેમ બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. આ ચેમ્બરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડથી વ્યક્તિના શરીર અને કપડાને જંતુ મુક્ત કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળા બુથને બનાવવાની પણ મંજૂરી આપી છે. જેનાથી ડોકટર્સ અને દર્દીઓ વચ્ચેનું અંતર ઘટી જશે અને દર્દીઓનું શુદ્ધિકરણ મૂળમાંથી થઈ શકશે. શિક્ષણિક સંસ્થાનો શોપિંગ મોલ સરકારી ઓફિસ અને એપાર્ટમેન્ટના પ્રવેશ દ્વાર પાસે આ પ્રકારની ચેમ્બર રાખવામાં આવશે, તો વળી હોસ્પિટલમાં રાખવામાં આવશે. કેરળના તિરૂવનંતપુરમ્‌ની શ્રી ચિત્ર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એસસીટીઆઈ એમએસટી) દ્વારા આ તૈયાર કરાશે, ત્યારે આ ચેમ્બર્સને કોમર્શિયલ ઉપયોગ માટે એચ એલએલ ઇન્ફ્રાટેક સર્વિસ લિમિટેડ તૈયાર કરશે.આ ઉપરાંત કેરળમાં સ્થિત હિન્દુસ્તાન મશીન ટૂલ્સ દ્વારા બુથને તૈયાર કરાશે. આ બંનેની કિંમત અંદાજે રૂપિયા ૨૫,૦૦૦ રહેશે. ૫૦ જેટલા ચેમ્બર્સ યુનિટ પૂર્ણ થવાના આરે છે. હાઈડ્રોજન પેરોક્સાઈડથી યુક્ત ચેમ્બર્સ પાંચ ફૂટ પહોળી અને ૭ ફૂટ ઉંચી છે. જે પાંચ સેકન્ડમાં જ કોઈપણ વ્યક્તિને જંતુ મુક્ત કરશે. એસસીટીઆઈએમએસટીના મતે આ એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે. જેમાં સેન્સર લગાવ્યા હશે, જે પ્રવેશનાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરશે. આ પછી વ્યક્તિ બહાર આવશે એટલે અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમથી તેનું વિશુદ્ધિકરણ કરાશે. કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયના મતે આ એક સલામત પ્રક્રિયા છે. જે માર્ગદર્શિકા પ્રમાણે થાય છે. તેની વાત કરીએ તો તેમાં એક કાચ રહેશે જેના એક તરફ ડૉક્ટર અને બીજી તરફ દર્દી રહેશે જેમાં ડૉક્ટર્સ ચેમ્બર બસમાં બેસેલા દર્દીને તપાસી શકશે આ પછી દર્દીના બહાર નીકળ્યા બાદ અલ્ટ્રાવાયોલેટ લાઈટ ચાલુ થશે અને તે ચેમ્બરને ૩ મીનીટ સુધી જંતુ મુક્ત કરવાનું કામ કરશે.