Ahmedabad

લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોનેદિલ્હીનું તેડું

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા. ૨૨
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉત્કૃષ્ટ અને અસાધારણ દેખાવથી ખુશ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતના સ્થાનિક ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા હતા અને આજે તેઓની સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરી હતી. બેઠકમાં રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દા ઉઠાવવા, પ્રજાને કયા મુદ્દાઓ પર આકર્ષવી અને કયા પ્રકારે આગળ વધવુ તે સહિતની બાબતે ગુજરાતના ધારાસભ્યોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતના આ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણા વર્ષો બાદ કોંગ્રેસે આ વખતે ભાજપને જોરદાર ટક્કર આપી હતી અને કોંગ્રેસે પોતાનો વ્યકિતગત દેખાવ પણ અસાધારણ રીતે સુધાર્યો હતો, જેની નોંધ દેશના રાજકારણમાં લેવાઇ હતી. ગુજરાતમાં કોંગ્રેસના અસાધારણ અને ઉત્કૃષ્ટ દેખાવથી પક્ષના રાષ્ટ્રી નેતાઓ અને ખુદ મોવડીમંડળ ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી ખૂબ ખુશ થયા હતા. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો અને તમામ કાર્યકરોને આ માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. તો, તાજેતરમાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષે તેનું પરર્ફોર્મન્સ ઘણું સુધાર્યું હતું અને ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે વધુ બેઠકો મેળવવામાં સફળતા મેળવી હતી. જેની પણ કોંગ્રેસ મોવડીમંડળે હકારાત્મક નોંધ લીધી હતી. દરમ્યાન આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીની કવાયતના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ અત્યારથી જ કમર કસી છે અને લોકસભાની ચૂંટણીમાં પણ વિધાનસભાની જેમ ભાજપને જોરદાર કાંટાની ટક્કર આપવા માંગે છે તે સ્પષ્ટ કરી દીધુ છે. લોકસભા ચૂંટણીની સ્ટ્રેટેજીના ભાગરૂપે રાહુલ ગાંધીએ ગુજરાતના ધારાસભ્યો પૂંજાભાઇ વંશ, કુંવરસિંહ બાવળિયા, અલ્પેશ ઠાકોર, નવસાદ સોલંકી, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ અને અશ્વિન કોટવાલ સહિતના ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી તેમની સાથે ગુજરાત માહોલ, આગામી લોકસભા ચૂંટણીના મુદ્દા, કોંગ્રેસની રણનીતિ, પ્રજાને ખાસ કરીને લોકસભા મતવિસ્તારોના મતદારોને રીઝવવા અને કોંગ્રેસની તરફેણમાં લાવવાના પ્રજાલક્ષી મુદ્દા સહિતની બાબતો પણ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતના આ ધારાસભ્યોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડયું હતું અને તેઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા પ્રોત્સાહિત કર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.