Gujarat

લોકસભાની રપ બેઠકો પર સવારથી ધીમીધારે મતદાન શરૂ થયા બાદ મધ્ય બપોરે ધીમું થયા પછી સાંજે જોશભેર મતદાન રાજ્યમાં કાળઝાળ ગરમીના પડકાર વચ્ચે ૬૦ ટકા જેટલું સરેરાશ મતદાન

વિધાનસભાની પાંચ બેઠકો પર ૬પથી ૭૦ ટકા જેટલું સરેરાશ મતદાન
જાફરાબાદમાં ચૂંટણી કામગીરી દરમ્યાન મહિલા કર્મીનું મોત : છોટાઉદેપુરમાં પો. કર્મીનું અકસ્માતમાં મોત

ભરૂચ, બનાસકાંઠા, સુરત વિસ્તારના કેટલાક ગામોમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર : અન્યત્ર આંશિક બહિષ્કાર

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
લોકસભાની રાજયની સુરત સિવાયની રપ બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં કાળઝાળ ગરમી વચ્ચે સારૂ એવું કહી શકાય તેવું મતદાન યોજાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રાજયમાં ભારે તાપમાં પણ મતદારો મતદાન કરવા નીકળતા સાંજ સુધીમાં અંદાજે સરેરાશ ૬૦ ટકા જેટલુ મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ વલસાડ બેઠક પર ૭ર.ર૪ ટકા અને સૌથી ઓછું અમરેલી બેઠક પર ૪૯.રર ટકા મતદાન નોંધાયું હતું. દિવસ દરમ્યાન મોડે સુધી બનાસકાંઠા મતદાનમાં સૌથી ટોપ રહ્યા બાદ છેલ્લે ત્રીજા ક્રમે ધકેલાતા ત્યાં ૬૮.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. બીજા ક્રમે ભરૂચમાં ૬૮.૭પ ટકા મતદાન નોંધાયેલ છે. સાંજે પ-૦૦ વાગ્યા સુધીમાં પપ ટકા જેટલું મતદાન થવા પામેલ હતું. રાજયમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ એક કર્મચારીનું અને અન્ય પો.કર્મીનું અકસ્માતમાં મોત થયેલ છે. અન્ય ઈજા થવાનો પણ બનાવ પણ બન્યો છે. જયારે રાજયના કેટલાક ગામોમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના બનાવ પણ બન્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજ્યના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઈ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધીમાં રાજ્યની ૨૫ લોકસભા બેઠક પર સરેરાશ ૫૫.૨૨ ટકા તથા વિધાનસભાની પાંચ બેઠકો પર ૫૬.૫૬ ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે ૬ઃ૦૦ વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે ૧૨ વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ૨૫ સંસદીય મતવિભાગોના ૪૯,૧૪૦ મતદાન મથકો પૈકી ૧૮૨૦ મતદાન મથકોમાં બે મ્ેંજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના ૫ઃ૦૦ કલાક સુધીમાં ૧૧૬ એટલે કે ૦.૨૩ % મ્ેં, ૧૧૪ એટલે કે ૦.૨૩ % ઝ્રેં અને ૩૮૩ એટલે કે ૦.૭૮ % ફફઁછ્‌ બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત ઈફસ્ના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તા.૭ મેના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ૮ એલટ્‌ર્સ મળી હતી. જેમાં ઈફસ્ અંગેના ૩ એલટ્‌ર્સ, આદર્શ આચારસંહિતા ભંગની ૧ તથા અન્ય ૪ એલટ્‌ર્સ હતી. ષ્ઠ-ફૈંય્ૈંન્ના માધ્યમથી મતદાનના દિવસે ૧૮૬ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ ૫૧૧૮ ફરિયાદો મળી કુલ ૫૩૧૫ ફરિયાદો મળી છે. પોર્ટલ માધ્યમથી મતદાનના દિવસે ૭૫૯ ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં ૧૫,૫૮૧ મળી અત્યાર સુધીમાં કુલ ૧૬,૩૪૦ ફરિયાદો મળી છે. મતદાનના દિવસે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત ઈફસ્ સંબંધી ૧૧, આદર્શ આચારસંહિતા સંબંધી ૨૧ તથા બોગસ વોટિંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે ૧૮ અને અન્ય ૪૨ મળી કુલ ૯૨ ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા.૬ મે સુધી ૨૩૮૪ મળી અત્યાર સુધીમાં કુલ ૨૪૭૬ ફરિયાદો મળી છે. આમ કુલ ૨૪,૧૩૧ ફરિયાદો મળી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે. પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના ૨૫,૦૦૦ જેટલા મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે.