National

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવી

 

(એજન્સી) તા.૧૧
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બુધવારે ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને તેમના જન્મદિવસે સંસદના કેન્દ્રીય હોલમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સેન્ટર હોલને લાઈટો અને ફૂલોથી સુશોભિત કરી દેવાયું હતું. બિરલાએ આ મામલે ટિ્‌વટ કરી હતી કે, મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મતિથિએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, તે એક મહત્ત્વપૂર્ણ સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ શિક્ષણમંત્રી પણ હતા. તેમને ભારતરત્નથી સન્માનિત પણ કરાયા હતા. શિક્ષણક્ષેત્રમાં તમારા મહત્ત્વપૂર્ણ અને નોંધનીય યોગદાનને ક્યારેય કોઈ નહીં ભૂલે. તમારી યાદમાં જ નેશનલ એજ્યુકેશન ડેની પણ ઉજવણી કરવામાં આવે છે. આ દરેક માટે પ્રેરણાનું ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ મૌલાના અબુલ કલામ આઝાદને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન યાદગીરી પૂર્વક રહ્યું છે. તેમણે પણ ટિ્‌વટ કરી કે એક વરિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની મારા શ્રદ્ધાસુમન. આજે તેમનો જન્મદિવસ છે, તેમને શુભેચ્છા. તેમણે વધુમાં લખ્યું કે, શિક્ષણક્ષેત્રમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનથી આજે દરેક લાભાન્વિત છે. તેમણે દેશની એકતા માટે નિહિતાર્થ થઈને કામ કર્યા. દર વર્ષે ૧૧ નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષા દિવસ તરીકે મનાવાયા છે જે તેમની યાદમાં જ ઉજવાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.